Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે 31st ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે અને લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા રમૂજ સ્ટાઈલમાં ટ્વીટ કર્યું, બનાસકાંઠામાં વીમાના પૈસા મેળવવા માટે વેપારીએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું, અમદાવાદમાં બે લાખ રૂપિયા સુધીના પગાર વાળી નોકરીની જાહેરાત સહિત મહત્ત્વના સમાચાર…
બનાસકાંઠામાં મોતનું ષડયંત્ર
બનાસકાંઠા જિલ્લામાં દેવામાં ડૂબેલા વેપારીએ વીમાના પૈસા મેળવવા માટે હિન્દી ફિલ્મ જેવી કહાણી ગોઠવી નાંખી હતી. આ વ્યક્તિએ પોલીસને પોતાનું મોત થયાનું ષડયંત્ર રચીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બનાસકાંઠા પોલીસની સામે તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો. ખરેખરમાં પોલીસને વડગામ વિસ્તારમાં એક કાર સળગાવવાની માહિતી મળી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે કાર અને ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા વ્યક્તિનું શરીર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું. પોલીસે વાહનના રજીસ્ટ્રેશન નંબરની તપાસ કરતાં લાશ દલપતસિંહ પરમારની હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોએ પણ મૃતદેહ દલપતનો હોવાની પુષ્ટિ કરી હતી. પરંતુ પોલીસને ઘટના સ્થળેથી જે કડીઓ મળી તે અલગ જ વાર્તા રજૂ કરી હતી. આથી પોલીસે કારમાંથી મળી આવેલા મૃતદેહના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા ત્યારે સત્ય સામે આવી ગયું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાત પતંગ બજાર
ગુજરાતવાસીઓના સૌથી પ્રિય તહેવાર ઉતરાયણના આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ઉત્તરાયણ આવે તે પહેલા જ અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળે છે અને શહેરનું આકાશ રંગમય દેખાવા લાગે છે. બે દાયકા પહેલા ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર 8 થી 10 કરોડ રૂપિયાનો હતો હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો 40 ટકા હિસ્સો એકલુ ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા 600 કરોડની આસપાસ છે અને લગભગ દોઢ લાખ જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં બે લાખ રૂપિયા સુધીના પગાર વાળી નોકરી
અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઉત્તરાયણ પહેલા પોલીસ અભિયાન શરૂ
ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી ખાસ કરીને ટુ-વ્હીલર સવારો વધુ જોખમમાં હોય છે. ત્યારે ટૂ વ્હીલર ચાલકો માટે પતંગ દોરી ન વાગે તે માટે લોખંડના પાતળા સળિયા (કાઇટ સ્ટ્રિંગ ગાર્ડ) બાઈક કે સ્કૂટરની સામે લગવવાને લઈ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, જેમની ટીમે જિલ્લાભરના વિવિધ પોલીસ પોઈન્ટ પર 500 થી વધુ કાઈટ સ્ટ્રિંગ ગાર્ડ્સનું વિતરણ કર્યું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
નવા વર્ષની ઉજવણી માટે ગુજરાત પોલીસ તૈયાર
31st ડિસેમ્બરની ઉજવણીના ભાગ રૂપે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં પોતાના જિલ્લામાં જાહેર માર્ગો તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટર પર બ્રીથ એનેલાઈઝર સાથે સઘન ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ ડીજે નાઇટ ઇવેન્ટના સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા અંગે સમજ આપવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત પોલીસની ઓફર વાયરલ
નવા વર્ષની ઉજવણી કરતા યુવાનોને ગુજરાત પોલીસે એક ટ્વીટ કરીને ઓફર કરી છે અને સાથે જ આ ઓફરને ન સ્વીકારવા માટે વિનંતી પણ કરી છે. જેમાં ગુજરાત પોલીસે જણાવ્યું છે કે, 31st ની રાત્રી દરમિયાન રેશ ડ્રાઈવિંગ ન કરવું, નશાખોર ડ્રાઈવરો અને સમાજ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકો માટે મફત પિકઅપની વ્યવસ્થઆ કરવામાં આવી છે પરંતુ શક્ય હોય તો અમારી આ ઓફરનો લાભ લેતા નહીં. આમ ગુજરાત પોલીસે નશો કરનારા, રેશ ડ્રાઈવિંગ કરનારા અને ખોટી પ્રવૃત્તિઓ કરનાપા લોકોને ચેતવણી આપી છે.
વિદ્યા સહાયકોની આમરણાંત ઉપવાસની ચીમકી
મંગળવારે વિદ્યાસહાયકોની ભરતીમાં વય મર્યાદા વધારવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતાં. ઉમેદવારોએ પોતાની માંગણી સાથે શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ સચિવને આ મામલે રજૂઆત કરી હતી અને માંગ પૂરી ન થતાં આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી હતી.
[ad_1]
Source link