- આઠમા નોરતે ચઢાવાઈ માનવ બલિ
- સગીરાને મંત્ર વિદ્યા દ્વારા જીવતી કરવાના પ્રયાસ કર્યા
- બાળકી જીવતી ન થતાં મૃતદેહને સળગાવાયો
ગીર સોમનાથમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા જોવા મળી છે. જેમાં આઠમા નોરતે માનવ બલિ ચડાવાઈ હતા. તેમાં 14 વર્ષની બાળકીની બલિ ચડાવાઈ હતી. તલાળાના ધાવા ગામે ઘટના બની છે. તેમજ સગીરાને મંત્ર વિદ્યા દ્વારા જીવતી કરવાના પ્રયાસ કર્યા હતા. તથા બાળકી જીવતી ન થતાં મૃતદેહને સળગાવાયો હતો.
14 વર્ષીય સગીરાની હત્યાની આશંકા
ઉલ્લેખનીય છે કે તાલાલાના ધાવા ગામમાં ચકચારી ઘટના બની છે. જેમાં 14 વર્ષીય સગીરાની હત્યાની આશંકા છે. તેમાં પાંચ દિવસ પૂર્વે બલિ ચડાવવા હત્યા કરાયાની ચર્ચા છે. તથા સગીરાને મંત્ર વિદ્યાથી જીવિત કરવા પ્રયાસોની ચર્ચા છે. જેમાં સગીરા જીવિત ના થતાં આખરે સગીરાના મૃતદેહને સળગાવી દેવાયાની ચર્ચા છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી છે. તથા ઘટના અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચઢાવી
પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે અહીં વાડી વિસ્તારમા ભાવેશ અકબરી નામના વ્યક્તિ છે જે સુરત રહેતા હતા. અને છેલા 6 મહિનાથી અહીં વતનમા આવ્યા હતા. ભાવેશની 14 વર્ષની બાળકી ધૈરયા જે ધોરણ 9મા અભાયસ કરતી હતી. પરંતુ 8 મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચઢાવી હોવાની બાતમી પોલીસને હાલ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં હાલ પોલીસે ભાવેશ અકબરીની વાડીએ તપાસ હાથ ધરી છે. જેમાં શેરડીના વાડમાંથી 2 બાચકા અને એક રાખ ભરેલું ઝબલુ મળી આવ્યું છે. બાચકાની અંદર કપડા અને રાખ જોવા મળી જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવો મળ્યો નથી.
બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામા વિટાળી હોવાના અને ગામના લોકોએ અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. હાલ તાલાલા પોલીસે ગુમશુદા બાળકીના માતા પિતાની પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ હાથ ધરી છે.