
Last Updated:
અમરેલી જિલ્લાના ગીર જંગલમાં રહેતા નાજાભાઈ ભોજાભાઈ ભેડા 40 ભેંસો સાથે દૂધ ઉત્પાદન કરે છે. તેઓ દરરોજ 120 લિટર દૂધ વેચીને મહિને બે લાખથી વધુ કમાણી કરે છે.
અમરેલી: અમરેલી જિલ્લાના ગામડાઓ પૂરા થતાં જ ગીર જંગલ શરૂ થાય છે. આ જંગલ વિસ્તારની અંદર હજુ પણ નેસ જોવા મળે છે. આ નેસમાં માલધારી પરિવારો રહે છે, જે પશુપાલનનો વ્યવસાય કરતાં હજારો રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે.
નાજાભાઈ ભોજાભાઈ ભેડાએ જણાવ્યું કે, તેઓ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના રાજગરીયા નેસમાં રહે છે. તેમની ઉંમર 35 વર્ષ છે અને તેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેઓની પાસે 40 ભેંસો છે અને નેસમાં રહીને દૂધ ઉત્પાદન કરીને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

નાજાભાઈએ જણાવ્યું કે તેઓ જંગલ વિસ્તારમાં રહે છે અને ત્યાં પશુઓને પાળે છે. દૂધનો ભાવ 55 રૂપિયા પ્રતિ લિટર સુધી મળે છે. તેઓ દરરોજ 120 લિટર દૂધનું ઉત્પાદન કરે છે, જે ડેરીમાં વેચાય છે. દિવસે 6,000 થી 7,000 રૂપિયાનું દૂધ વેચાય છે, અને મહિને બે લાખથી વધુનું દૂધ ઉત્પાદન કરીને આવક મેળવી રહ્યા છે. તેમનો કુલ ખર્ચ 60 ટકા છે, જેમાં ખાણદાણનો સમાવેશ થાય છે, અને તેઓને 40 ટકા નફો થાય છે.
નેસડામાં જંગલ વિસ્તારમાં રહેવાના કારણે ઘાસચારો લાવવાની જરૂર નથી પડતી. ઉનાળાના ચાર મહિનાઓ માટે થોડી મુશ્કેલી થાય છે, પરંતુ બાકી સમયગાળામાં ગીર વિસ્તારમાં જંગલમાં પશુઓને ચરાવવામાં આવતા હોઈ ઘાસચારાનો ખર્ચ બચી જાય છે. નેસની અંદર જાફરાબાદી ભેંસો દૂધ ઉત્પાદન માટે રાખવામાં આવે છે, જેના દ્વારા દૂધનું ઉત્પાદન કરી હજારો રૂપિયાની આવક કરવામાં આવે છે.
June 02, 2025 8:47 AM IST
[ad_1]
Source link