ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ, યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય | Ropeway service suspended due to strong winds at Girnar

HomeJunagadhગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ, યાત્રિકોની સલામતી માટે લેવાયો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Ropeway Service Closed in Girnar: ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે, તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે રોપ-વેના સંચાલન પર તેની અસર પડી રહી છે. જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપ-વેની સેવા ફરી શરુ કરવામાં આવશે. 

યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો

ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. ગુરુવારે (12મી ડિસેમ્બર) એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 8.2 ડિગ્રીનો વધારો થયો છે. જો કે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત્ છે. જેથી માર્ગો પર વહેલી સવારે અને મધરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ઊંઝામાં કલરવાળી નકલી વરિયાળીનો પર્દાફાશ, ફૂડ વિભાગે દરોડા પાડી 1955 કિલો જથ્થો જપ્ત કર્યો

જૂનાગઢમાં છેલ્લા 4 દિવસથી તાપમાનમાં ફેરબદલ


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેજમાં વધઘટના કારણે જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં ફેરબદલ થઈ રહી છે. બેથી ત્રણ ડિગ્રી ગગડતાં પારામાં એકાએક 8.2 ડિગ્રીનો વધારો થયો છે. ભેજના પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ 7.2 પ્રતિ કિલોમીટરની ઝડપે પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. લઘુત્તમ તાપમાન વધ્યું પરંતુ પવનના કારણે ઠંડીથી બચવા લોકો તાપણું, ગરમ ચા અને કાવાની ચુસકી લઈ રહ્યા છે.


ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ, યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon