ગારિયાધારના ઠાંસા ગામે એક કલાકમાં 3 ઈંચ વરસાદ, ગામમા પાણી ઘુસ્યા

HomeGariadharગારિયાધારના ઠાંસા ગામે એક કલાકમાં 3 ઈંચ વરસાદ, ગામમા પાણી ઘુસ્યા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • ગારિયાધાર શહેરમાં પોણો ઈંચ તો જેસરમા ઝરમર વરસાદ
  • ભાવનગરના કેટલાક વિસ્તારોમા વરસાદના હળવા ઝાપટા
  • ગારિયાધારના ઘણકુવા વિસ્તારમા વીજ ઉપકરણો બળી ગયા

ગારિયાધાર શહેર અને પંથકમાં એકાએક આવી પડેલા વરસાદમાં ગારિયાધારના ઠાંસા મુકામે વાડી વિસ્તાર અને સીમમાં સુપડાની ધારે એક કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ એકાએક વરસી પડતા ઠાસા ગામમાં પાણી ઘૂસ્યા હતા. વાડી વિસ્તારમાં પાણીની આવક ભારે જોરમાં હોવાથી મોટા નદીના વહેણની માફ્ક ગામમાં દ્રશ્યો જોવા મળ્યા હતા. ગારિયાધાર શહેરમા બપોરે 3 કલાક આસપાસ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે એકાએક વરસાદ તૂટી પડયો હતો અને પોણો ઈંચ કરતાં વધારે વરસાદ ખાબકી જતા શેરીઓમાં પાણી ફ્રી વળ્યા હતા. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડયો હતો. ગારિયાધાર શહેરના ઘણકુવા પ્લોટ વિસ્તારમાં વીજળીનો કાનના પડદા ફાડી નાંખે એવો કડાકો થયો હતો. અને વીજળીના ફોટા સોશ્યલ મીડિયામા વાયરલ થયા હતા. ઘણકુવા વિસ્તારમા ઈલેક્ટ્રીક ઉપકરણોને વ્યાપક નુકશાન થયુ હતુ. ભાવનગરના કેટલાક વિસ્તારોમા હળવા ઝાપટા વરસ્યા હતા. જેસરમા ઝરમર વરસાદે હાજરી પુરાવી હતી. ગોહિલવાડમા અન્યત્ર મેઘાંડમ્બર વચ્ચે મેઘવિરામ રહ્યો હતો.

ગારિયાધાર શહેરમા સવારથી ભારે ઉકળાટ અને બફારાબાદ બપોરના 3 કલાકે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે શેરીઓમા નદીની જેમ પાણી વહેતા થયા હતા. દરમિયાન ઘણકુવા વિસ્તારમા વીજળી પડી હોય તેવો મોટો ધડાકો થયો હતો. આ વિસ્તારમા પંખા, લાઈટ, ઇન્વર્ટર, સોલાર જેવા વીજળીનાં ઉપકરણો બળી ગયા હતા. ગારિયાધાર શહેરમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આ પંથકના લુવારા, નવાગામ, મેસણકા, નાનીવાવડી સહિતના ગામોમાં એક ઈંચ કરતા વધારે પાણી વરસી ગયું હતું. ઘણકુવા પ્લોટમાં વીજળી પડી હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. પરંતુ વીજળી પડી હોય એવું જાણવા મળેલ નથી. આ વિસ્તારના ઈલેક્ટ્રીક ઉપકરણો બળી જતા રહીશોને ભારે નુકસાન થવા પામેલ છે. આજે ભાવનગર અને જેસરમા સામાન્ય ઝાપટા સ્વરૂપે વરસાદે હાજરી પુરાવી હતી.

ઠાસા અને ધોબા ગામ વચ્ચે પુલ ઉપર વાહન વ્યવહાર અટકાવાયો

ગારિયાધારના ઠાસા અને ધોબા ગામ વચ્ચે બેઠલા પુલ ઉપરથી શેત્રુંજી નદીમાં પાણી વહેવા લાગતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઠાસા અને ધોબા ગામ વચ્ચે શેત્રુંજી નદી પર આવેલા કોઝ-વે પરથી જોરદાર પાણી વહેતા હતા. જેના કારણે વાહનોની અવર જવર બંધ કરવાની ગારીયાધાર મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon