Last Updated:
હિન્દી ફિલ્મ સ્ટાઈલમાં ઘાતક હથિયારો સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ગાંધીનગરના કલોલની ગેંગને ભારે પડી ગયું છે. પોલીસે વાયરલ રીલના આધારે તપાસ હાથ ધરી આઠ જણાની ગેંગને ઝડપી પાડી છે. ત્યારે ગેંગના લીડર સહિતના લોકોને બે હાથ જોડીને માફી માંગવી પોલીસે સબક શિખવાડયો હતો.
ગાંધીનગર: હિન્દી ફિલ્મ સ્ટાઈલમાં ઘાતક હથિયારો સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ગાંધીનગરના કલોલની ટપોરી ગેંગને ભારે પડી ગયું છે. પોલીસે વાયરલ રીલના આધારે તપાસ હાથ ધરી આઠ જણાની ટપોરી ગેંગને ઝડપી લીધા છે. ત્યારે ગેંગના લીડર સહિતના ટપોરીઓએ બે હાથ જોડીને માફી માંગી પોલીસે સબક શીખવ્યો. તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ જાહેર રોડ પર આતંક મચાવ્યો હતો અને રાહદારીઓ પર હુમલા કર્યા હતા. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રાજ્યભરમાંથી આવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની પ્રજામાં માંગ ઉઠી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી ધોંશ બોલાવી દેવાની સૂચના આપવામાં આવી છે.
આ બધાની વચ્ચે ઘાતક હથિયારો સાથે રીલ બનાવનાર ઈસમોને ઝડપી લેવા પોલીસ એક્ટિવ થઈ છે. જેના પગલે ગાંધીનગર પોલીસે પણ લિસ્ટેડ બુટલેગરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે ઈસમો સામે કડક વલણ દાખવ્યું છે. ત્યારે થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં બંદૂક, તલવાર સહિતના ઘાતક હથિયારો સાથેની અલગ અલગ ત્રણ રીલ વાયરલ થઈ હતી. જે મામલે કલોલ તાલુકા પોલીસે ટેક્નિકલ હ્યુમન સોર્સથી તપાસ કરીને સુનીલ જયંતીજી ઠાકોર, વિપુલ કરશનજી ઠાકોર, પ્રવીણ બાદરજી ઠાકોર, રૂષી ઇશ્વરભાઇ પ્રજાપતિ, જીગર ગોવિંદજી ઠાકોર, મુકેશ રમેશજી ઠાકોર, આકાશ કરશનજી ઠાકોર અને કલ્પેશ જયંતીભાઇ રાવળ (તમામ રહે. બોરીસણા ગામ) ની ધરપકડ કરી બરોબરનો મેથીપાક આપી કાયદાનું ભાન કરાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હથિયારો સાથે સોશિયલ મીડિયા ધ્વારા પોતાનો ખોટો પ્રભાવ ઉભો કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી નશ્યત કરી શકાય તે માટે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા એક WhatsApp no – 99784 05968 જાહેર કરી આવા ઈસમો વિરુદ્ધ જાણ કરવા અને જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે એવી ગાંધીનગર પોલીસ દ્વારા અપીલ પણ કરાઈ છે.
Gandhinagar,Gujarat
March 21, 2025 10:03 PM IST