ગાંધીધામમાં બોલાચાલી થતાં યુવાનની કાર સળગાવી નાખી | A young man’s car was set on fire during a brawl in Gandhidham

HomeBHUJગાંધીધામમાં બોલાચાલી થતાં યુવાનની કાર સળગાવી નાખી | A young man's car...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

અગાઉ ઝગડાનું મનદુઃખ રાખી કૃત્ય, પાંચ વિરુદ્ધ ગુનો

ગાંધીધામ: ગાંધીધામમાં ઓમ સીને પ્લેકસ સર્કલ પાસે ગાંધીધામ રહેતા શખ્સે યુવાન સાથે બોલાચાલી કરી અને તેના ૪ મિત્રો સાથે યુવાનની કારનું પીછો કરી કાર રોકવી અને અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી યુવાનની કાર પર જવલનશીલ પદાર્થ નાખી કાર સળગાવી નાસી જતા કુલ ૫ શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. 

ગાંધીધામનાં ગળપાદરમાં રહેતા રાહુલભાઈ વિનોદભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે, ગાંધીધામનાં ઓમ સીને પ્લેકસ સર્કલ પાસે ઈસ્કોન ગાંઠીયાની દુકાન સામે બનાવ બન્યો હતો. જેમાં ગાંધીધામ રહેતા આરોપી અર્જુન ગઢવીએ અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી તેના મિત્રો સાથે મળી  ફરિયાદી પાસે આવી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં અર્જુન તેમજ ગાંધીધામના દિનેશ ઉર્ફે ડીકો, રાહુલ ડાંગર, રાજ ઠક્કર, કુલદીપ ઉર્ફે મહિપત સોઢા નામના શખ્સોએ પોતાના વાહનોથી ફરિયાદીના વાહનનો પીછો કરી આરોપી કુલદીપે પોતાની એકસેસ રોડ વચ્ચે ઉભી રાખી ફરિયાદીની ગાડી ઉભી રખાવડાવી હતી. પાછળથી આરોપીઓ કાર વડે પીછો કરતા હોઈ એક કાર સાથે પોતાની ગાડી ભટકાતા રોડ પર ગાડી બંધ થઈ જતા ફરિયાદી લોક કરીને જતો રહ્યો હતો. બાદમાં આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીની સ્વીફટ કાર નંબર જીજે ૧૨ એફસી ૪૨૧૭ વાળી કોઈ જવલનશીલ પદાર્થ વડે સળગાવી નાસી ગયા હતા. જેથી ફરિયાદીએ પાંચ શખ્સો વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon