6 મહિનાની કેદ અને ચેકની રકમ પરત આપવા વર્ષ 2019માં કરાયો હતો હુકમ
ગાંધીધામ: આરોપી સુનિલ સુદર્શન યાદવ તે કાલીકા ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચેક પરતના નેગોશીયેબલ ઈન્સટ્મેન્ટ એકટ કાયદા તળેના ફોજદારી કેસમાં થયેલી કેદની સજા તથા ચેકની રકમ વળતર ચુકવવાના હુકમને એપેલેટ સેસન્સ કોર્ટમાં પડકારતા, સેશન્સ કોર્ટ દ્વારા મેજીસ્ટ્રેટ દ્વારા કરાયેલ હુકમને કાયમ રાખી થયેલ સજા અને વળતરનો હુકમ કાયમ રાખ્યો હતો.
ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ પેઢી મે. જય અંબે કેરીયર્સના માલિક પરેશ જેઠાનંદ લધર તથા તેમની સાથે તેમના મોટા ભાઈ હરેશ જેઠાનંદ માહેશ્વરી (લધર) ટ્રાન્સપોર્ટ તથા તેને સંલગ્ન ધંધો કરે છે, તેમણે આરોપી પાસેથી પોતાના ટેન્કર ગાડીઓ ભરાવેલ તથા તેના ભાડા હીસાબના ચુકવણા પેટે આરોપી દ્વારા ફરીયાદીને ચેક આપવામાં આવ્યો હતો તથા વિશ્વાસ આપેલ કે ચેક બેંકમાં રજુ કરવા વટાઈ જશે, જે ચેક ફરિયાદી દ્વારા બેંકમાં રજુ કરતા ચેક અપુરતા ભંડોળના કારણે પરત થતાં, ફરીયાદી દ્વારા આરોપી સામે વર્ષ ૨૦૦૫ માં ગાંધીધામ કોર્ટમાં ચેક પરત થયાની ફરીયાદી દાખલ કરી હતી, જે ફરીયાદમાં આરોપીને એડી. જયુડીશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને ૬ માસની કેદ તથા ફરીયાદીને ચેકની રકમ વળતર પેટે ચુકવવા સને ૨૦૧૯ માં હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ આરોપી સુનિલ સુદર્શન યાદવ તે મે. કાલીકા ટ્રાન્સપોર્ટ દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરી હુકમને પડકારતા, સેશન્સ કોર્ટ દ્વારા તેમની અપીલ નામંજુર કરી મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચુકવવાના હુકમને માન્ય રાખી કાયમ રાખ્યો હતો. આ અપીલ કેસ તથા મેજીસ્ટ્રેટ સમક્ષના કેસમાં ફરીયાદી તરફથી સિનિયર એડવોકેટ એ. એને કેલા, લલિત કેલા અને મંજુલા કેલા હાજર રહી કેસની કાર્યવાહી કરી હતી.