- માનસિક, આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો
- ગઈકાલે ટ્રેન નીચે પડતું મૂકી કર્યો હતો આપઘાત
- આપઘાત કરનારા ચારેય લોકો 307ના ગુનામાં હતા જેલમાં
ગઢડામાં એક જ પરિવારના 4 સભ્યોના આપઘાત કેસ મામલે માનસિક, આર્થિક સંકડામણમાં આપઘાત કર્યાનો ખુલાસો થયો છે. ગઈકાલે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જેમા નાના સખપર ગામના પિતા, પુત્ર અને 2 પુત્રીઓએ આપઘાત કર્યો હતો. આપઘાત કરનારા ચારેય લોકો 307ના ગુનામાં જેલમાં હતા.
મૃતકો 6 દિવસ પહેલા જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા
મૃતકો 6 દિવસ પહેલા જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા. મૃતક મંગાભાઇની પત્નીનું આશરે 6 મહિના પહેલા મોત થયુ હતું. જેમાં 16 ઓગસ્ટ 2023માં મંગાભાઈએ મોટાભાઈની હત્યા કરી હતી. ગઈકાલે નિગાળા ગામ પાસે એક જ પરીવારના 4 લોકોએ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી હતી. જેમાં ગઢડા તાલુકાના નાના સખપર ગામના પિતા પુત્ર અને બે પુત્રીઓએ કરી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.
આપઘાત કરનારા ચારેય લોકો 307 ના ગુનામાં જેલમાં હતા
મૃતક મંગાભાઈ વાઘાભાઈને તેના સગા મોટાભાઇ હિરાભાઈ સાથે મકાનની દિવાલની વાડ મામલે 16 મી ઓગષ્ટ 2023ના રાત્રે મારામારી થઈ હતી. મારામારીમાં મૃતક મંગાભાઈએ તેના મોટા ભાઈ હિરાભાઈને માથાના ભાગે ધાર્યું મારતા હિરાભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે મૃતક મંગાભાઈ વિજુડા, જીગ્નેશ ઉર્ફે જીગાભાઈ, સોનલબેન ઉર્ફે સોનીબેન, રેખાબેન ઉર્ફે રાધીબેન વિરૂદ્ધ 307 કલમ હેઠળ ગઢડા પોલીસમાં નોંધાયો ગુનો નોંધ્યો હતો. આપઘાત કરનારા ચારેય લોકો 307 ના ગુનામાં જેલમાં હતા. તથા મૃતકો 6 દિવસ પહેલા જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા. મૃતક મંગાભાઈને આર્થિક અને માનસિક અપસેટના કારણે તેઓએ તેના પરીવાર સાથે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.