- બોટાદ ગઢડાના ગોરડકા ગામે અકસ્માત
- કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
- કાર ચાલકે બાઈકને હટફેટે લેતા અકસ્માત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં, એક કારે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તો, પોલીસ તપાસમાં મરનાર બાઈક ચાલક ગઢડાના નિંગાળા ગામના પોપટભાઈ વિઠ્ઠાણી હોવાનું સામે આવ્યું હતું.