07
ગુજરાતમાં 2022ના સત્તાવાર આંકડા મુજબ, 39,334 લોકોને દારૂ પીવાની પરવાનગી છે. જેમાં અમદાવાદમાં 13,034 લોકોએ આરોગ્યના કારણોસર દારૂ પીવાની પરવાનગી લીધી છે. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં આ સંખ્યા 1,989 છે, જ્યારે કાપડ અને હીરાના વેપાર માટે પ્રખ્યાત સુરતમાં આ સંખ્યા 8,054 છે. પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોના કેસમાં આણંદ 896 સાથે પ્રથમ, વડોદરા 884 સાથે બીજા, અમદાવાદ 571 સાથે ત્રીજા ક્રમે છે.