ખ્યાતિ કાંડમાં મોટો ખુલાસો: રાજ્યભરમાં 10,000થી વધુ આયુષ્યમાન કાર્ડ ગેરકાયદે તૈયાર કરાયાની શક્યતા | ahmedabad crime branch busts multi Crore Ayushman Card Fraud Linked to Khyati Hospital

HomeAhmedabadખ્યાતિ કાંડમાં મોટો ખુલાસો: રાજ્યભરમાં 10,000થી વધુ આયુષ્યમાન કાર્ડ ગેરકાયદે તૈયાર કરાયાની...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાંચને અત્યાર સુધી સૌથી મોટી સફળતા મળી છે. ચિરાગ રાજપુત ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ ઓપરેશન કરવા માટે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતા હતા. જેમાં સમગ્ર રાજ્યમાં PMJAYના ડેટાનો ડીજીટલ મેન્ટેનન્સ કરતી એન્સર કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમીડેટના હેડ નિખિલ પારેખ દ્વારા આયુષ્યમાન કાર્ડની વેબસાઈટનું માસ્ટર લોગઈન આઈડી આપવામાં આવતું હતું. જેના આધારે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ ગણતરીની મિનિટોમાં તૈયાર કરીને PMJAY હેઠળ દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.

ચિરાગ રાજપુતની સંડોવણી ખુલી, નિખિલ પારેખ પણ મુખ્ય આરોપી

અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓ ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરી રહી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે કેટલાંક દર્દીઓ સારવાર માટે આવ્યા ત્યારે તેમની પાસે PMJAY હેઠળ સારવાર કરવા માટે આવતા દદીઓ પૈકી અનેક પાસે આયુષ્યમાન કાર્ડ નહોતું પરંતુ, ઓપરેશન કરવાનું હોવાથી માત્ર 15 મિનિટના ટુંકા સમયગાળામાં આયુષ્યમાન કાર્ડ તૈયાર થતા હતા. જેથી પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપુતના કહેવાથી તે નિમેષ ડોડિયા (રહે.રાયચંદ મેઘરજની ચાલી, નરોડા રોડ) મારફતે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરાવતો હતો.

નિમેષ ડોડિયા એથીકલ હેકર, ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ બનાવતો

આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે નિમેષ ડોડિયાની અટકાયત કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે એથીકલ હેકર છે અને તે જુદાજુદા ઓનલાઈન પોર્ટલ મારફતે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો. નિમેષ ડાડિયા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના PMJAY એજન્ટ સાથે વોટેસએપ ગ્રૂપમાં હતા. નિમેષની પુછપરછ દરમિયાન મોહંમદફઝલ શેખ (અમદાવાદ) , મોહમંદ અસફાક (અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર) અને ઈમ્તિયાઝ (ભાવનગર)ના નામ ખુલતા તમામની અટકાયત કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાંચના જેસીપીએ શું કહ્યું ?

આ અંગે વધુ માહિતી આપતા ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, PMJAY હેઠળ આયુષ્યમાન કાર્ડ નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે. તેમ છતાંય ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી પ્રતિકાર્ડ બે હજાર રૂપિયા વસુલવામાં આવતા હતા, જેમાંથી નિમેષને એક હજાર રૂપિયા આપવામાં આવતા હતા. નિમેષ સાથે બાકીના અન્ય આરોપીઓ પણ અન્ય હોસ્પિટલોના આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતા હતા.

જો કે સમગ્ર કૌભાડમાં PMJAY હેઠળ આયુષ્યમાન કાર્ડનો ગુજરાતનો કોન્ટ્રાક્ટ ધરાવતી એન્સર કોમ્યુનિકેશન કંપનીના ડીજીટલ હેડ નિખિલ પારેખની ભૂમિકા શંકાસ્પદ છે. કારણ કે તેની કંપનીના માસ્ટર લોગ ઈન આઈડીને પ્રતિમાસ 20 હજાર લઈને ભાડે આપતો હતો અને તેની સાથે 6થી 7 એજન્ટો જોડાયેલા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરતા અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ જેટલા આયુષ્યમાન કાર્ડ ગેરકાયદે તૈયાર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ અંગે ક્રાઈમબ્રાંચે ચિરાગ રાજપુત, નિમેષ ડોડિયા, મોહમદફઝલ શેખ, મોહંમદ અસ્ફાક શેખ, નરેન્દ્ર ગોહિલ, ઈમ્તિયાઝ, રશીદ, ઈમરાન કારીગર અને નિખિલ પારેખ વિરૃદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર

ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં આ પ્રકારનું કૌભાંડ? 

ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે, આ કૌભાંડ હેઠળ જે લોકો પાત્રતા નહતાં ધરાવતા તેવા લોકોના પણ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવતા હતાં. દસ્તાવેજ વિના જ PMJAY કાર્ડ બનાવી દેવામાં આવતા. આ સિવાય કાર્ડ બનાવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો અને ગેરકાયદેસર કાર્ડ બનાવવાના પૈસા પણ વસૂલવામાં આવતાં. આ સમગ્ર કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે. આ સિવાય એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય. હાલ, ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીની પૂછપરછ કરી આ વિશે વધુ તપાસ કરી રહી છે.

આયુષ્યમાન ભારત પોર્ટલ સાથે ચેડાં

નિમેષ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં સાથીઓ સાથે સંપર્ક સાધવા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપનો ઉપયોગ કરતો હતો. જેમાં અમદાવાદનો રહેવાસી મોહમ્મદ ફઝલ અને મોહમ્મદ અસ્ફાક શેખ, ભાવનગરના રહેવાસી નરેન્દ્ર ગોહિલ અને ઈમ્તિયાઝ તેમજ સુરતના ઈમરાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ સરકારી પોર્ટલમાં ટેકનિકલ ખામીનો દુરૂપયોગ કરવામાં મદદ કરી હતી. આ ગ્રુપે 1200-1500 નકલી હેલ્થ કાર્ડ બનાવવા માટે આયુષ્માન ભારત પોર્ટલના Source Code સાથે ચેડાં કર્યા હતાં.

સમગ્ર કૌભાંડમાં પ્રાઈવેટ કંપનીને ફસાવાઈ

Enser Communication Pvt. LTD. આયુષ્માન ભારત કાર્ડ બનાવવાનો સરકારી કોન્ટ્રાક્ટ ધરાવે છે, તેને પણ આ સમગ્ર કૌભાંડમાં ફસાવવામાં આવી હતી. કંપનીના કર્મચારી નિખિલ પારેખે કથિત રીતે આરોપીઓને ગેરકાયદે લોગઈન ઓળખપત્રો પૂરા પાડ્યા હતા, જેનાથી દર મહિને 8000-10000 રૂપિયાની કમાણી થઈ હતી. આ ઓળખપત્રોનો અનધિકૃત E-KYC મંજૂરીઓ માટે દુરૂપયોગ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ પાસેથી જે પુરાવા મળ્યા છે તેમાં દર્દીના રેકોર્ડ અને એન્જીયોગ્રાફીનો ડેટા ધરાવતા બે કોમ્પ્યુટર, નિમેશ ડોડિયાના લેપટોપમાંથી 1000 શંકાસ્પદ આયુષ્માન ભારત કાર્ડ સંબંધિત આઈડી, છેતરપિંડી કરનાર કાર્ડ બનાવવાની પ્રક્રિયાના વીડિયોગ્રાફિક પુરાવા અને આરોપીને ગુના સાથે જોડતી જુબાનીઓનો સમાવેશ થાય છે.

ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિના ડિરેક્ટર સહિતની કરી ધરપકડ

  • ચિરાગ હીરાસિંહ રાજપૂત (અમદાવાદ)
  • નિમેશ દિલીપભાઈ ડોડિયા (અમદાવાદ)
  • મોહમ્મદ ફઝલ શેખ (અમદાવાદ)
  • મોહમ્મદ અસ્ફાક શેખ (વટવા, અમદાવાદ)
  • નરેન્દ્ર ગોહિલ (ભાવનગર)
  • ઈમ્તિયાઝ (ભાવનગર)
  • ઈમરાન જાબીર હુસેન કારીગર (સુરત) 

PMJAYમાં ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરવાનો દેશનો પ્રથમ ગુનો નોંધાયો

ક્રાઈમબ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરવા અંગે દેશનો આ પ્રથમ ગુનો નોંધાયો છે. આયુષ્યમાન કાર્ડનું ડીજીટલ મેન્ટેનન્સ કરવા અને કાર્ડ ઈસ્યુ કરવાની ગુજરાતની કામગીરી એન્સેર કોમ્યુનિકેશનને સોપવામાં આવી હતી. જેમાં તેને માસ્ટર લોગઈન ઈસ્યુ કરવામાં આવે છે. જેનું એક્સેસ માત્ર કંપનીના ડીજીટલ હેડ પાસે જ રહેતું હતું. પરંતુ, તેણે લોગઈન આઈડી અને પાસવર્ડ 8થી 10 એજન્ટોને 15થી 20 હજાર રૂપિયાના માસિક ભાડે આપ્યા હતા. જેમાં એજન્ટો લોગઈન કરીને છેડછાડ કરીને આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરતા હતા. આ અંગે PMJAYની કામગીરી કરતા વિભાગને જાણ કરતા સોમવારે બપોરથી આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને મંગળવારે સાંજ સુધીમાં વેબસાઈટમાં માસ્ટર આઈડી દ્વારા મોડીફિકેશનનું ફંકશન બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : AAP ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત: કહ્યું- ભાજપના ઈશારે કામ કરે છે પોલીસ

ખ્યાતિ અને અન્ય હોસ્પિટલો માટે ત્રણ હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ ગેરકાયદેસર ઈસ્યુ કરાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ દરમિયાન ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરવાનું કૌભાંડ સામે આવતા ક્રાઈમબ્રાંચે સાયબર એક્સપર્ટ, PMJAY અને આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખીને આરોપી પાસેથી મળી આવેલા ડેટા અને માહિતીને આધારે તપાસ કરી હતી. જેમાં આરોપીઓ દ્વારા છેલ્લાં પાંચથી છ મહિનાના ટૂંકા સમયગાળામાં ત્રણ હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ ખ્યાતિ અને અન્ય હોસ્પિટલો માટે ગેરકાયદે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ત્રણ આયુષ્યમાન કાર્ડ અંગે આરોગ્ય વિભાગને સાથે રાખીને વિશેષ ટીમ બનાવીને તપાસ કરવામાં આવશે.

કંઈ રીતે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ તૈયાર થતું હતું?

ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરવા માટે ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આયુષ્યમાન કાર્ડ મેળવવા નેશનલ ફુડ સિક્યોરીટી એક્ટ ની સાઈટ પર રેશન કાર્ડ ધરાવતા પરિવારની વિગતો હોય છે. જેનો ડેટા આયુષ્યમાનની વેબસાઈટ સાથે સીધા જોડાયેલો હોય છે.સમગ્ર ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડનું ડીજીટલ મેન્ટેનન્સ કરવા માટે કાન્ટ્રાક્ટ એન્સેર કોમ્યુનિકેશનને અપાયો હતો. જેથી આયુષ્યમાન માસ્ટર લોગઈન એન્સેરના ડીજીટલ હેડ નિખિલ પારેખને અપાયું હતું. આ માસ્ટર આઈડીથી લોગઈન કરીને જેનું આયુષ્યમાન કાર્ડ તૈયાર કરવાનું હોય તેની વિગતો એનએફએસએ સાથે જોડાયેલા પરિવારના સભ્ય તરીકે ઉમેરીને એપ્રુવલ આપી દેવામાં આવતું હતું. જેથી તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ થઈ જતું હતું. સામાન્ય રીતે આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરવા માટે નેશનલ ફુડ સિક્યોરીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન અને ચાર લાખ રૂપિયાની આવકની મર્યાદા હોય છે. પરંતુ, નિખિલ પારેખની ગેરરીતિના કારણે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ આસાનીથી મળી જતું હતું.

આરોપીએ જેસીપી શરદ સિંઘલનું આયુષ્યમાન કાર્ડ 15 મિનિટમાં બનાવી આપ્યું 

અમદાવાદ ક્રાઈમબ્રાંચના જેસીપીએ શરદ સિંઘલે સમગ્ર કૌભાંડ જાણવા માટે આરોપીઓની પુછપરછ કરીને આયુષ્યમાન કાર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા અંગે પુછ્યુ ત્યારે આરોપીઓએ શરદ સિંઘલના આધાર કાર્ડ પરથી માત્ર 15 મિનિટમાં જ તેમનું ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરી આપ્યું હતું.

સમગ્ર રાજ્યમાં 10 હજારથી વધુ આયુષ્યમાન કાર્ડ ગેરકાયદે તૈયાર કરાયાની શક્યતા

ક્રાઈમબ્રાંચના સુત્રોના જણાવ્યા મુજબ હાલ પ્રાથમિક તપાસમાં જ ત્રણ હજાર આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ થયાની વિગતો સામે આવી છે. પરંતુ, આયુષ્યમાન કાર્ડની વેબસાઈટની સાથે અન્ય પોર્ટલ પરથી પણ આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતી અનેક ગેંગ સક્રિય હોવાની વિગતો મળી છે. જેથી સમગ્ર રાજ્યમાં 10 હજાર જેટલા ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ તૈયાર થયાની શક્યતા છે.

સારવાર માત્ર કાગળો પર થઈ

ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી PMJAY યોજના હૉસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વર્ષ 2023માં  કેગ દ્વારા PMJAY યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો. કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઓડિટર્સે ગુજરાતનીસ અલગ-અળગ 50 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલો બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરતા હોવાનો ખુલાસો થયો હતો. આ 50 હૉસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2552 છે. જેની સામે અલગ-અલગ તારીખોમાં 5217 દર્દીઓએ સારવાર લીધી હતી. જેમકે, સુરેન્દ્રનગરની મેડીકો મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં 8 માર્ચ 2021ના દિવસે 34 બેડની સામે 97 દર્દીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા. જોકે, તમામ સારવાર જાણે ફક્ત કાગળો પર જ થઈ રહી હતી.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400