ખેતરમાં પાણી ઢોળવાના પ્રશ્ને પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી | Fight between cousins ​​over pouring water in the field

HomeRAJKOTખેતરમાં પાણી ઢોળવાના પ્રશ્ને પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી | Fight between cousins...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– લાલપુર તાલકાના ગોવાણા ગામે

– હુમલામાં મહિલા સહિત ચાર વ્યક્તિ ઘાયલઃ બન્ને જૂથ દ્વારા સામસામે નોંધાવાઈ ફરિયાદ

જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખેતરમાં પાણી ઢોળવાના પ્રશ્ને બે પિતરાઈ ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, અને સામ સામે હુમલામાં બંને પક્ષે એક મહિલા સહિત ચાર વ્યક્તિ ઘાયલ થઈ છે. લાલપુર પોલીસ મથકમાં બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રથમ બનાવવામાં ભાવેશ સાજણભાઈ કરંગીયા નામના ૨૪ વર્ષના ખેડૂત યુવાને ખેતરમાં પાણી ઢોળવાના પ્રશ્ને પોતાની બાજુમાં જ વાડી ધરાવતા પોતાના પિતરાઈ ભાઈ ગોવિંદભાઈ રણભાઈ કરંગીયા તેમજ કાકા રમણભાઈ મેપાભાઇ કરંગીયા સામે ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદમાં બન્ને હુમલાખોર પિતા પુત્ર એ પોતાના ઉપર ખરપિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાથી માથામાં ટાંકા લેવા પડયા છે. ઉપરાંત પોતાની માતા અમરીબેન ને પણ લાકડા ના ધોકા વડે માર માર્યાનું જાહેર કર્યું હતું. જે મામલે પોલીસ દ્વારા આરોપી ગોવિંદભાઈ અને તેના પિતા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.

 આ ઉપરાંત સામા પક્ષે પણ ગોવિંદભાઈ રણમલભાઈ કરંગીયાએ પોતાના પિતરાઈભાઈ ભાવેશ સાજણભાઈ કરંગીયા સામે પોતાને  માર મારી ખરપિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી છે. જે ઇજામાં પોતાને પણ ટાંકા લેવા પડયા છે. ઉપરાંત પોતાના પિતા રણમલભાઈ ને પણ માર માર્યો હોવાનું જાહેર કર્યું છે. સમગ્ર બનાવ અંગે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી છે. લાલપુરના એએસઆઇ ડી.ડી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon