04
અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે ઉનાળુ પાકના વાવેતર માટે વાતાવરણ અનુકુળ બનતુ રહેશે. માર્ચ મહિનામાં ગરમી વધશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોચી જશે. એટલે 15 માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવંતર કરવું સારુ ગણાય છે. જો કે માર્ચ મહિનામાં પવનની ગતીના કારણે આંબા પરના મોર પર અસર થશે. ઉનાળમાં ઘાસચારા, બાજરી, ડાંગર, તલ, સહિતના ધાન્ય પાક, તેમજ ભીંડા, રીંગણ, ગવાર સહિતના શાકભાજીનું વાવેતર કરતા હોય છે અને તરબુચ, સક્કરટેટીનું વાવેતર પણ થાય છે.