અરવલ્લી: શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં આમળા મળવાનું શરૂ થાય છે. ખેડૂત આમળાની ખેતી કરીને વધારે આવક મેળવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ખેડૂત ભાઈઓએ 10 વિઘામાં આમળાનું વાવેતર કરીને પ્રતિ વર્ષે દસ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે. ખેડૂતો હવે નવીન પ્રકારની ખેતી કરીને સારી આવકો મેળવતા થયા છે. એમાં પણ ખાસ કરીને બાગાયત પાકનું વાવેતર કરીને ખેડૂતો વધારે આવક મેળવી છે. આ ઉપરાંત સરકાર તરફથી પણ ખેડૂતોને બાગાયત ખેતીમાં તેમજ બીજી સહાય લક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવે છે જેના કારણે ખેડૂતો હવે આ પ્રકારની ખેતી કરવા માટે પ્રોત્સાહિત થયા છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત શ્રીકાંતભાઈ અને કુંદનભાઈ ઠાકોરભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી પદ્માવતી ફ્રૂટ ફાર્મમાં બાગાયત ખેતીમાં આમળાના વૃક્ષોનું વાવેતર કર્યું છે, જેમાં પ્રતિવિઘે લાખ રૂપિયા જેટલી આવક દર વર્ષે મળી રહે છે. બાયડ તાલુકાના ખેડૂતો શ્રીકાંતભાઈ અને કુંદનભાઈ પટેલે આમળાની ખેતી દ્વારા વધારે આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારના અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડી છે.
બાયડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો શ્રીકાંતભાઈ અને કુંદનભાઈ પટેલે આમળાની ખેતીમાં નવી પહેલ કરીને ખેતી ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે 20 વર્ષ પહેલા વાવેલા NA7 પ્રકારના આમળાના છોડો આજે તેમને લાખો રૂપિયાની કમાણી અપાવી રહ્યા છે. આ પ્રકારના છોડની ખાસિયત એ છે કે આ છોડના ફળ રેસા રહિત હોય છે અને રેસાહિત ફળની માંગ બજારમાં વધારે હોય છે.
આ પણ વાંચો:
ખેડૂત બંધુઓએ નવી જાતના જામફળની કરી સફળ ખેતી, એક ફળનું 500 ગ્રામ વજન
ખેડૂત શ્રીકાંતભાઈ જણાવે છે કે “ખેડૂતો માટે ફાયદાકારક ખેતી છે, જેમાં સારી આવક આમળાની ખેતી ખેડૂતો માટે એક લાભદાયી વ્યવસાય બની શકે છે. તેમાંથી સારી કિંમત મળે છે અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવે છે. લાંબા ગાળાનો ફાયદો છે. આમળાનું વૃક્ષ લાંબા સમય સુધી ફળ આપે છે, જેથી ખેડૂતોને લાંબા ગાળે સતત આવક મળતી રહે છે. ઓછો ખર્ચ, આમળાની ખેતીમાં ખાસ કોઈ ખર્ચ થતો નથી. તેને ઓછા પાણીની જરૂર પડે છે અને તે રોગ પ્રતિકારક પણ હોય છે.”
આ પણ વાંચો:
આવી રીતે ઘરે બેઠા બનાવો પ્રાકૃતિક દવા, રોગનું થશે નિયંત્રણ અને ખર્ચ બચી જશે
શ્રીકાંતભાઈ અને કુંદનભાઈના આમળાના બગીચામાં કામ કરવા માટે આસપાસના ગામડાના અનેક લોકો આવે છે. આમળાની લણણી, સંપાદન અને વેચાણ જેવા કામોમાં તેમને રોજગારી મળે છે. આમ, આ ખેતીએ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું નવું સાધન પૂરું પાડ્યું છે. ખેડૂત ભાઈઓ શ્રીકાંતભાઈ અને કુંદનભાઈ પટેલે આમળાની ખેતીમાં સફળતા મેળવીને સાબિત કર્યું છે કે પરંપરાગત ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પણ સારું પરિણામ મેળવી શકાય છે.
આ પણ વાંચો:
રુંવાડા ઉભા કરી દેતો ‘ઐ ગિરિ નંદિની’ સ્તૃતિનો વીડિયો, ક્યાંના છે આ છાત્રો? આવો જાણીએ
આમળા આયુર્વેદમાં એક અતિ મહત્વનું ઔષધિ છે. તેનામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને અન્ય અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આમળાનો ઉપયોગ આરોગ્ય માટે અનેક રીતે થાય છે. જેમ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા, પાચનતંત્રને સ્વસ્થ રાખવા, વાળ અને ત્વચા માટે, શરદી, ખાંસી જેવા રોગોમાં ફાયદાકારક છે. આમળાની બજારમાં માંગ સતત વધી રહી છે. આયુર્વેદિક દવાઓ, સ્વાસ્થ્ય પૂરક ખાદ્ય પદાર્થો અને કોસ્મેટિક્સ જેવા ઉદ્યોગોમાં આમળાની માંગ વધુ હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર