ભરૂચ: જિલ્લાના અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામના ખેડૂત સુરેશભાઈ ગણપતભાઇ ઠાકોર નાનપણથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત ધોરણ-8 સુધી અભ્યાસ મેળવી પોતાના પિતાને ખેતીમાં મદદ કરતા હતા. તેઓ 25 વર્ષથી પિતાએ બતાવેલા માર્ગે જ ખેતી કરી રહ્યા છે. ખેડૂત સુરેશભાઈ ઠાકોર પોતાની દોઢ એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે. ખેડૂત સુરેશ ઠાકોર હાલ પોતાની 2 વીઘા જમીનમાં નામધારી જાતના દૂધીની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.
2 વીઘા જમીનમાંથી 4 વીઘા જેટલું ઉત્પાદન
ખેડૂત ખેતીમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે. ખેડૂત વર્ષ 2019થી ગૌ આધારિત ખેતી કરે છે. વડતાલ ખાતે સુભાષ પાલેકરનો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સેમિનાર 2019માં તાલીમ મેળવ્યા બાદ તેઓ ગાય આધારિત ખેતી કરતા થયા છે. ખેડૂતે જણાવ્યું હતું કે, દૂધીની ખેતીમાં તેમને 2 વીઘા જમીનમાંથી 4 વીઘા જેટલું ઉત્પાદન મળી રહે છે. ખેડૂત 1 દિવસના અંતરે દૂધીનો ઉતારો લે છે.
ખેડૂત સુરેશભાઈએ વાવેલો દૂધીનો પાક 30થી 35 દિવસમાં તૈયાર થઈ જાય છે. ખેડૂત દૂધીની ખેતીમાં માવજત તરીકે ગોળ, છાશ, બેસન, ગૌમૂત્ર સહિતને એક અઠવાડિયા સુધી અથાવવા માટે મૂકે છે. ત્યારબાદ દૂધીની ખેતીમાં મારે છે, તેનાથી જીવાતો દૂર રહે છે. ખેડૂત સુરેશ ઠાકોરને દૂધીની ખેતીમાં શરૂઆતમાં 12 રૂપિયા ભાવ મળી રહેતો હતો. જોકે હાલ દૂધીનો માર્કેટ ભાવ 3થી 4 રૂપિયા પ્રતિ કિલો મળી રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
ખેડૂતે દૂધીનો 1 દિવસના આંતરે 15થી 17 મણ ઉતારો મેળવ્યો
ખેડૂત સુરેશ ઠાકોરને 1 દિવસના અંતરે 15થી 17 મણ ઉતારો મેળવે છે. ખેડૂત સુરેશભાઈ ઠાકોર જે પણ શાકભાજી કે, પાક કરે તે સીધા ગ્રાહકને મળે તે માટે જાતે જ વેચાણ કરે છે, જેથી તેઓ ભરૂચના પોશ વિસ્તારમાં જાણીતા છે. જે કોઈ આ ખેડૂતની શાકભાજી જોઈલે તે ફરી ક્યારે તેમને ભૂલે જ નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર