ખેડૂતની પુત્રીની સૌરાષ્ટ્ર ક્રિકેટની ટીમમાં પસંદગી

0
13

જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલારના યુવાઓમાં ક્રિકેટનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ જામનગરને તો ક્રિકેટનગરી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જામનગરની ધરતી પરથી અનેક મહાન ક્રિકેટરો થયા છે. જેમણે જામનગરનું નામ રોશન કર્યું છે. પરંતુ માત્ર યુવાઓ જ નહીં હવે જામનગરમાં દીકરીઓ પણ ક્રિકેટ ક્ષેત્રે કાઠું કાઢી રહી છે. આવી જ એક દીકરીએ ક્રિકેટમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામની દીકરી સોનલબેન ગોજીયાએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની પ્રતિભા દેખાડી સફળતાના શિખરો સર કર્યા છે. સોનલબેન ગોજીયાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં અંડર 23 માટે પસંદગી કરવામાં આવી છે. આમ એક છેવાડાના ગામડામાં ખેતી કરતા ખેડૂત પરિવારની દીકરી મોટી સિદ્ધિ મેળવતા પરિવારજનોમાં ખુશી જન્મી છે.

Cricketer Sonal Gojiya

સોનલબેન ગોજીયાને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે લગાવ હોવાથી તેમણે આ દિશામાં મહેનત શરૂ કરી દીધી હતી. હાલ તે જામનગરમાં રહીને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. સાથે સાથે ક્રિકેટની પણ પ્રેક્ટિસ કરી રહી છે. છેલ્લા 8 વર્ષથી જામનગર રહી ક્રિકેટ ક્ષેત્રે પરસેવો પાડતા સોનલબેનની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં અંડર 23 માટે પસંદગી થતાં તેઓને ખુશીનો કોઈ પાર નથી. હાલ ગોવા ખાતે રમવા માટે ગઈ છે.

આ પણ વાંચો:
મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો કકડાટ, હરાજી થઈ બંધ, ખેડૂતોમાં રોષ

20 વર્ષીય સોનલબેન ગોજીયા છેલ્લા 8 વર્ષથી જામનગર ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહી છે અને આગામી સમયમાં તનતોડ મહેનત સાથે તે દેશ માટે રમવાનું સપનું સેવી રહી છે. અત્યારથી જ તે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં અંડર 23 માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. સોલનબેન ઓલરાઉન્ડર છે. પરંતુ બેટિંગમાં સારું પ્રદર્શન કરે છે. હાલ ગોવા ક્રિકેટ રમવા માટે ગયા છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here