ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના મોરઆમલી ગામે બે દિવસ અગાઉ પોતાના સાળાના લગ્ન પ્રસંગે સાવલી તાલુકાના નારા ગામેથી કેટલાક વ્યક્તિઓ સાથે સસરાના ઘરે આવેલા જમાઈએ ડાન્સ કરવા બાબતે ઝઘડો કર્યો હતો.
જે ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવિરસિંહ ઉર્ફે જીગ્નેશ પરમાર અને તેની સાથે આવેલા લોકોએ પોતાની સાથે લાવેલા ચપ્પુ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. તેમજ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
હુમલો કરી આરોપીઓ કાર લઈ ફરાર થઈ ગયા હતા.જે મામલામાં ડાકોર પોલિસ દ્વારા ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ નામજોગ તેમજ અન્ય અજાણ્યા ઈસમો સહિત નવ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે દરમ્યાન પોલિસ દ્વારા આજરોજ જમાઈ સહિત અન્ય જમાઈના ત્રણ મિત્રોની ધરપકડ કરી ફરિયાદમાં દર્શાવેલા અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા, તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર