01
ખેડાઃ ચોમાસાની શરુઆત થતાં જ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતો હોય છે, જેમાં વરસાદના કારણે નુકસાન તો ક્યાંક ભૂવા પડવાના, વીજળી પડવાના, તણાવાના સમાચાર સામે આવતા હોય છે. આવી જ એક ઘટના ખેડાના માતરમાં બની છે કે જ્યાં વરસાદ દરમિયાન વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ જણાના મોત થઈ ગયા છે. કરંટ લાગ્યા બાદ ઘાયલ થયેલા ચાર લોકોને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એકનો સારવાર બાદ જીવ બચી ગયો હતો.