ખેડા: અમદાવાદના ચાર યુવકો ખેડામાં નદીમાં ડૂબ્યાં છે. ખેડાના ગળતેશ્વરમાં નદીમાં ડૂબતાં ત્રણનાં મોત નીપજ્યા છે. મહીસાગર નદીમાં ચાર યુવકો ન્હાવા પડ્યા હતા. ડૂબતા મિત્રને બચાવવા જતા ત્રણ મિત્રો પણ ડૂબ્યા હતા. એક યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો છે. ત્રણ યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદના નવ યુવકો ગળતેશ્વર આવ્યા હતા. અમદાવાદના સુનીલ કુશવાહ, હિતેશ ચાવડા નામના બે યુવકોની ઓળખ થઈ છે. જ્યારે ત્રીજા મૃતદેહની ઓળખ હજુ બાકી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવ જેટલા મિત્રો ઉનાળામાં ગળતેશ્વરમાં ન્હાવા માટે આવ્યા હતા, ત્યારે ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં ડૂબી જવાથી ત્રણનાં મોત નીપજ્યા છે. નદીમાં ન્હાવા માટે આવેલા ચાર યુવકો મહીસાગર નદીમાં ડૂબ્યા હતા. એક મિત્ર નદીમાં ડૂબતા તેને બચાવવા જતાં ચાર મિત્રો પણ ડૂબ્યા હતા. આ દરમિયાન એક યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ લોકોના મૃતદેહો તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે.
અમદાવાદના સુનીલ કુશવાહ, હિતેશ ચાવડા એમ બે મૃતકોની ઓળખાણ થઈ છે. જ્યારે ત્રીજા મૃતદેહની ઓળખ બાકી હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સેવાલિયા સરકારી દવાખાના ખાતે લાવવામાં આવ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર