ખાદ્યપદાર્થોની કિંમતો પર વ્યાજ દરોની મર્યાદિત પણ ફુગાવા પર સીધી અસર | Interest rates have a limited impact on food prices but direct impact on inflation

Homesuratખાદ્યપદાર્થોની કિંમતો પર વ્યાજ દરોની મર્યાદિત પણ ફુગાવા પર સીધી અસર |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ફાઈનાન્સ કંપનીમાં 500 કરોડ રૂપિયા નાખવાની છે સરકાર, શેર ખરીદ્યા હોય તો જાણી લેજો

નવી દિલ્હીઃ સરકારે પબ્લિક સેક્ટરની કંપની ઈન્ડસ્ટ્રિયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 500 કરોડ રૂપિયા નાખવાનો નિર્ણય કર્યો છે, જેથી કંપનીના પ્રસ્તાવિક રીસ્ટ્રક્ચરિંગ અને ગ્રુપમાં...

નવી દિલ્હી : ખાદ્યપદાર્થોની કિંમતો એકંદર ફુગાવાને અસર કરી રહી છે પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીના બે બાહ્ય સભ્યો કહે છે કે વ્યાજ દરોની તેમના પર મર્યાદિત અસર છે. આ બે બાહ્ય સભ્યો નાગેશ કુમાર અને રામ સિંહે પોલિસી રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જો કે મોનેટરી પોલિસી કમિટીએ ૪-૨ની બહુમતી સાથે રેપો રેટ ૬.૫ ટકા જાળવવાનો નિર્ણય લીધો હતો. 

જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૫.૪ ટકાના જીડીપી વૃદ્ધિ દરને ટાંકીને આ સભ્યોએ જણાવ્યું હતું કે, વૃદ્ધિમાં વર્તમાન મંદી ખૂબ ગંભીર છે અને તેના પર નીતિગત ધ્યાન આપવાની જરૂર છે. ફુગાવામાં વધારો મોટાભાગે ખાદ્યપદાર્થોના ભાવને કારણે છે, જેનું ઈન્ડેક્સમાં ઊંચું વજન છે. 

વેજ દર શાકભાજી અને ફળોના ભાવની વધઘટમાં નજીવી ભૂમિકા ભજવે છે. છેલ્લા ૧૦ ક્વાર્ટરમાં વ્યાજ દરમાં વધારાની ખાસ કરીને ટામેટાંની કિંમત પર કોઈ ખાસ અસર થઈ નથી.  

ડુંગળી અને બટાટા, જે એકંદર ફુગાવાના દરમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

મુખ્ય ફુગાવો (૪ ટકાથી નીચે) અને પોલિસી રેટ (૬.૫ ટકા) ૨.૫ ટકાથી વધુ વચ્ચેના તફાવતની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે દરમાં ઘટાડાથી બિઝનેસ કરવાની કિંમતમાં ઘટાડો થશે અને કંપનીઓ અને કંપનીઓ માટે રોકડ એકત્ર કરવાની તક વધશે.

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ હેડલાઈન ફુગાવાના વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફુગાવાના દ્રષ્ટિકોણ પર કડક રહ્યા હતા. એ ચિંતાનો વિષય છે કે કોર ફુગાવો જુલાઈમાં નીચલા સ્તરથી ૭૦ બેસિસ પોઈન્ટ્સ વધ્યો છે. ખાદ્યતેલના ફુગાવા જેવા પ્રારંભિક સંકેતો એ છે કે ખાદ્યપદાર્થોના ભાવ પર પ્રતિકૂળ અસર થશે અને તેની અસર પ્રોસેસ્ડ ફૂડ પર પણ દેખાવા લાગી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon