દાહોદ : જિલ્લાની એક પ્રાથમિક શાળાની માર્કશીટે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ચોથા ધોરણની વિદ્યાર્થિનીની માર્કશીટમાં થયેલી એક મોટી ગડબડ સામે આવી છે. આ માર્કશીટ જોઈને બધાને આશ્ચર્ય થઇ રહ્યું છે. આ ગડબડની વાત કરીએ તો વિદ્યાર્થિનીને બે વિષયમાં કુલ માર્કસ કરતાં વધુ માર્કસ મેળવ્યા છે. જયારે રિઝલ્ટ આપવામાં આવ્યું ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને વિવાદ ઉભો થયો છે. જણાવી દઈએ કે આ મામલે હવે તાપસના આદેશ આપવામાં આવ્યા છે .
બનાવની બિગતો જોઈએ તો, આ ઘટના છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરસાણા ગામની. પ્રાથમિક શાળાના ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કટારા વંશીબેન મનીષભાઈને બે વિષયમાં કુલ માર્ક્સ કરતાં વધુ ગુણ આપવામાં આવ્યા હતા. જયારે વંશી રિઝલ્ટ લઈને ઘરે પહોંચી ત્યારે આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો.આ બાબતે વાલીએ તરત જ શાળાનો સંપર્ક કરી શિક્ષકની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું. ત્યાર બાદ ફરીથી તેનું પરિણામ સુધારીને નવું બનાવવામાં આવ્યું હતું. જો કે ત્યાં સુધીમાં આ માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી.
આ પણ વાંચો:
વિદ્યાર્થીને પ્રશ્નનોના એવા જવાબો આપ્યા કે,શિક્ષક થઈ ગયા બેહોશ!
ગણિત અને ગુજરાતીમાં વિષયમાં થયો બધો ખેલ
વાયરલ થઈ રહેલી આ માર્કશીટની વાત કરીએ તો વંશીને બે વિષયોની પરીક્ષામાં 200 માંથી ગણિતમાં 211 અને ગુજરાતીમાં 212 માર્કસ મેળવ્યા છે. મતલબ કુલ 1000 માર્કસમાંથી 956 માર્કસ મળ્યા છે.તરત જ આ ભૂલ ધ્યાને આવતા વાલીએ શાળામાં ફરિયાદ કરી હતી. તે બાદ માર્કશીટ સુધારીને ફરી બનાવવામાં આવી.
ભણવામાં છે હોશિયાર વંશી
વંશીને જે નવું રિઝલ્ટ આપવામાં આવ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, તે અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર છે. નવી માર્કશીટ જોઈને આનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. વિદ્યાર્થિનીની સુધારેલી માર્કશીટમાં તેને ગુજરાતીમાં 200માંથી 191 અને ગણિતમાં 200માંથી 190 માર્કસ મળ્યા છે. ત્યારે 1000માંથી કુલ 934 માર્કસ હતા.
આ પણ વાંચો:
યુવતીના લગ્ન નક્કી થતા જ સામે આવ્યું એવું વિચિત્ર સત્ય કે દુલ્હાના પગ નીચેથી જમીન સરકી ગઈ!
શિક્ષકે કોપી-પેસ્ટ કરીને પરિણામ બનાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. શાળાની આ ભૂલ પર શિક્ષણ વિભાગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, પરિણામ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ બાબત પ્રિન્સિપાલના ધ્યાન પર લાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પરિણામ આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેણે પ્રથમ વખત પરિણામ બનાવ્યા હતા માટે કોપી-પેસ્ટિંગમાં ભૂલ કરી હોવાનું સ્વીકાર્યું છે. આ મામલાની તપાસ પૂર્ણ થયા બાદ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ સોંપવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર