- જમાડવાની ના પાડી અને આરોપીએ ભાભીને મોતને ઘાટ ઉતારી દીધા
- આરોપીએ બદલો લેવાની વૃતિ સાથે આ હત્યા કરી
- પોલીસે આરોપી સંજયની વડોદરાથી ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી
ખંભાતના ખટનાલ ગામે મોટાભાઈ એ નાના ભાઈની પત્નીની હત્યા કરી ફ્રાર થઈ જતા ખંભાત રૂલર પોલીસે હત્યારા ને પકડવા ચક્ર ગતિમાન કર્યા હતા જોકે આ હત્યાને અંજામ આપનાર આરોપી વડોદરા થી પકડાતા ખંભાત પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ બદલો લેવાની વૃતિ સાથે આ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
ખંભાતના ખટનાલ ગામે જીતપુરા મોભિયા સીમ ખાતે લાલજીભાઈ મફ્તભાઈ ઠાકોરના બે દીકરા પૈકી નાના દીકરા નીતિન ઠાકોરના લગ્ન દક્ષા ઠાકોર સાથે થયા હતા. મોટો પુત્ર સંજય પણ સાથે રહેતો હતો. જે અપરણિત હતો કોઈ અગમ્ય કારણોસર દક્ષાબેને સંજયનું જમવાનું બનાવવાની છેલ્લા ત્રણ વર્ષથી ના પાડી દીધી હતી. જેના લીધે સંજય ઘરમાં રહેતો હોવા છતાં પણ પોતાના કાકાને ત્યાં જમતો હતો. ઉપરાંત લાલજીભાઈના પરિવારના તમામ સભ્યોએ સંજયને થાંભલા સાથે બાંધી દઈ આખો દિવસ ખાવાનું આપ્યું ન હતું. જો કે ત્યારબાદ તેના મગજમાં બદલો લેવાની ગ્રંથિ ઘર કરી જતાં ત્રણ ચાર દિવસ પહેલા દક્ષાબેન અને સંજય વચ્ચે બોલા ચાલી થતા તેઓ પિયર ચાલ્યા ગયા હતા. લાલજીભાઈ ના પરિવારમાં કોઈક દુઃખદ બનાવ બનતા દક્ષાબેન રાત્રિના સમયે પોતાની સાસરીમાં પરત આવ્યા હતા
જો કે સંજયના મગજમાં ભાભી દક્ષાબેન પ્રત્યે આક્રોશ અને બદલો લેવાની ભાવના હોઇ તેની ક્રૂર માનસિકતા ને લઈને તેણે રાત્રે બધા સૂઈ ગયા હતા ત્યારે કુહાડી વડે દક્ષાબેન જ્યાં સુતા હતા ત્યાં અચાનક તેમના માથામાં ઉપરા છાપરી ધારદાર કુહાડી ના ઘા મારી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દઈ વડોદરાની બસમાં બેસી ચાલ્યો ગયો હતો પોલીસે આરોપી સંજયની વડોદરાથી ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.