તરૃણીએ માસીને આપવિતી જણાવતાં અંતે ફરિયાદ
તરૃણીની માતા છેલ્લાં કેટલાંક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પિયર રહેતી હોવાનું ખુલ્યું
જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાની સગીર વયની
પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે
હવસખોર બાપની અટક કરી લીધી છે.
પિતા પુત્રના નિર્મળ સંબંધોને શર્મસાર કરતા આ ચકચારી બનાવની
વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના એક ગામે રહેતા એક પરિવારની ૧૨ વર્ષની સગીર બાળાને
છેલ્લા એકાદ વર્ષમાં પોતાના પિતા દ્વારા શારીરિક છેડતી કરી અને દુષ્કર્મ આચરવામાં
આવતા આખરે આ સગીરાએ સમગ્ર આપવીતી પોતાની માસીને વર્ણવી હતી.
આથી સગીરાના માસીએ ખંભાળિયા પોલીસ મથકમાં પોતાના બનેવી અને
ભોગ બનનાર બાળાના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. જેને અનુસંધાને ખંભાળિયા પોલીસે
આશરે ૪૭ વર્ષના આ શખ્સની અટકાયત કરી લીધી હતી.
સગીરાના માતા છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું
તેમજ હાલ તેણી પોતાના માવતરે રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્રકરણ સંદર્ભે પોલીસે
જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી,
આગળની તપાસ પી.એસ.આઈ. બી.જે. સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે.