જામનગર: જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામ ખાતે ખંભાળિયા જામનગર હાઇવે ઉપર બુધવાર 4 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં લોડિંગ રિક્ષામાં સવાર બે જેટલા વ્યક્તિઓના મોત થયા છે. સમગ્ર ઘટનામાં 32 વર્ષીય સોહિલ શેખ અને 32 વર્ષીય હાજી ઉર્ફે મોહસીન ફરાસ નામના વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત
જામનગર-ખંભાળિયા હાઈવે પર થયો હતો અકસ્માત#GujaratiNews #BreakingNews #News18Gujarati pic.twitter.com/u3XiZER9Zg— News18Gujarati (@News18Guj) February 6, 2025
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલે મૃતકના નાના ભાઈ 20 વર્ષીય સેજાન શેખ દ્વારા ટાટા હેરિયર કાર ચાલક વિરુદ્ધ તેમજ ટ્રક ચાલક વિરુદ્ધ મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી તરફ પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
VIDEO: રશિયાની યુવતીએ ટલ્લી થઈને રસ્તા પર હોબાળો મચાવ્યો, પોલીસને પણ મનફાવે તેમ બોલી
પોલીસને આપેલી ફરિયાદમાં સેજાન શેખે જણાવ્યું છે કે, બુધવારના રોજ મારો ભાઈ સોહિલ શેખ પોતાની બજાજ મેક્સિમમ પીકઅપ લોડિંગ રિક્ષા લઈ પોતાના કામ અર્થે ગયો હતો. સાંજના 4:30 વાગ્યા અરસામાં જોએબ કપાસીના હાપા ગોડાઉન ખાતેથી પોતાની પીકપ રિક્ષા ટાઇલ્સ લઈ ભરવા ગયો હતો. તેમજ ત્યારબાદ ટાઇલ્સ ગાગવા ખાતે ઉતારવા જતો હતો. ત્યારે તેની સાથે હાજી ઉર્ફે મોહસીન ફરાસ પણ સાથે હતો. જે દરમિયાન જોગવડ પાટિયા પાસે રોડ અકસ્માતમાં તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો:
જાહેરમાં કરી યુવતીની છેડતી, પછી તો પોલીસે કરી ટાંટિયા તોડ સર્વિસ, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે ફરિયાદીના ભાઈના જણાવ્યા અનુસાર મારો ભાઈ સોહિલ રિક્ષા ચલાવતો હતો. તે દરમિયાન tata કંપનીની હેરિયર કાર ચાલક દ્વારા મારા ભાઈની રિક્ષાને અડફેટે લેવામાં આવતા રિક્ષા કારની ઠોકર લાગવાના કારણે ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે સોહિલ અને હાજીના ઘટના સ્થળ ઉપર જ મોત થયા હતા. બનાવ સંદર્ભે મેઘપર પડાણા પોલીસ દ્વારા હાલ સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજ મેળવવામાં આવ્યા છે. તેમજ ટ્રક ચાલક તેમજ કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર