- 20 દિવસ મેળો ભરાશે : આ વખતે ગ્રાઉન્ડ 53 લાખમાં હરાજીમાં ગયું
- પાછલા વર્ષે નગરપાલિકાની હરાજીમાં રૂપિયા 45 લાખમાં ગ્રાઉન્ડ વેંચાયું હતું
- નગરપાલિકાને 78 લાખ 80 હજાર રૂપિયા જેટલી રકમ ખંભાત નગરપાલિકામાં આવક થશે
ખંભાતમાં દિવાળીના લોકમેળાને લઈ ખંભાત નગરપાલિકા ખાતે હરાજી યોજવામાં આવી આ હરાજીમાં ઉપરના ગ્રાઉન્ડ માટે 21 વ્યક્તિઓએ ડિપોઝિટ ભરી હતી. અને નીચે પાથરણા માટે 9 વ્યક્તિઓએ ડિપોઝિટ ભરી હતી.ખંભાત શહેર અને આજુબાજુના તાલુકાના ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકમેળામાં ભાગ લેવા લોકો આવતા હોય છે ત્યારે ખંભાત નગરપાલિકા ખાતે હરાજીમા નગરપાલિકાએ જે નિયમોનું બંધારણ બનાવ્યું છે તે પ્રમાણે જ જે વ્યક્તિ ગ્રાઉન્ડ રાખે તેને તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. પાછલા વર્ષે નગરપાલિકાની હરાજીમાં રૂપિયા 45 લાખમાં ગ્રાઉન્ડ વેંચાયું હતું અને તે સમયે મોટા ચકડોળનો ભાવ 80 રૂપિયા રાખવામાં આવ્યો હતો અને નાના ચકડોળાનો ભાવ રૂા.50 રાખવામાં આવ્યો હતો. આ વખતે ગ્રાઉન્ડ 53 લાખ માં હરાજીમાં ગયું છે. અને સાથોસાથ નગરપાલિકાએ કન્ડિશન કરી છે કે મોટા ચગડોળના ફ્ક્ત 50 રૂપિયા અને નાના ચકડોળના 30 રૂપિયા જો લેવાના રહેશે. અને બીજી તરફ્ અન્ય સેફ્ટી માટેના સાધનો પણ જે આયોજક હશે તેણે રાખવાના રહેશે. અને નગરપાલિકાએ એવું પણ કીધું છે કે તમને જ ક્યાંક નાની મોટી જરૂર હશે તો નગરપાલિકા મદદ કરશે પણ જરૂર પૂરતા દસ્તાવેજો પ્રમાણપત્રો અને પરમિશનો એ આપણે ફરજિયાત લેવાની રહેશે. કંઈ પણ જાનહાની થાય તેની તમામ જવાબદારી આયોજક કર્તાની રહેશે. કે કોઈ કારણોસર સરકારમાંથી બંધ કરવાનો આદેશ આવે તો તમારે તાત્કાલિક પણે ગ્રાઉન્ડ ખાલી કરી આપવું પડશે એવી શરતો પણ નગરપાલિકાએ મૂકી છે. 53 લાખમાં ગ્રાઉન્ડ વેંચાયુ છે પ્લસ 18% જીએસટી સાથે એપ્રોક્ષ 64 લાખ 40 હજાર રૂપિયા જેટલી રકમ થાય છે. અને નીચે પાથરણા માટે 12,50,000 માં હરાજી બોલાય છે તેની 14 લાખ 40 હજાર રૂપિયા જેટલી રકમ થાય છે. આમ જોવા જાવ તો નગરપાલિકાને 78 લાખ 80 હજાર રૂપિયા જેટલી રકમ ખંભાત નગરપાલિકામાં આવક થશે.