01
નવી દિલ્હીઃ બ્રોકરેજ ફર્મ્સના રડાર પર 7 શેર છે, જેમાં ઝોમેટો, ડિક્સન ટેક્નોલોજીસ, L&T ફાઇનાન્સ, MCX, પેટીએમ, ઓબેરોય રિયલ્ટી અને કેનફિન હોમ્સ જેવા સ્ટોક્સનો સમાવેશ થાય છે. બ્રોકરેજે પોતાના રિપોર્ટ્સમાં આ કંપનીઓના ક્વાર્ટર રિઝલ્ટ્સનું આકલન કર્યું છે અને તેમને લઈને પોતાની ટાર્ગેટ પ્રાઇસ ઈશ્યુ કરી છે. ત્યારે આ રિપોર્ટના કારણે આજે આ શેર્સ ફોકસમાં છે, અહીં આ શેર્સની ટાર્ગેટ પ્રાઇસ સહિતની જાણકારી આપવામાં આવી છે.