02
ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાટરમાં વિપ્રોનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 24.4 ટકા વધીને લગભગ 3,354 કરોડ રૂપિયા થઈ ગયો છે. ઓપરેશન્સથી કન્સોલિડેટેડ રેવન્યૂ એક વર્ષ પહેલાના મુકાબલે 0.5 ટકા વધીને લગભગ 22,319 કરોડ રૂપિયા રહ્યું છે. આગામી જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાટર માટે વિપ્રોને આઈટી સર્વિસ કારોબારથી 260.2 કરોડ ડોલરથી 265.5 કરોડ ડોલરની વચ્ચે રેવન્યૂ હાંસિલ થવાનો અંદાજ છે. વિપ્રોને ઓપરેશનલ કાર્યક્ષમતા અને કોસ્ટ ઓપ્ટિમાઈઝેસનથી ફાયદો મળ્યો, જેનાથી તેનો EBIT માર્જિન 17.5 ટકા સુધી વધી ગયું છે. તે 3 વર્ષોની હાઈ છે.