ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટના 23 કરોડના કૌભાંડના નાસતા ફરતા આરોપીને નેપાળ બોર્ડરથી પકડી પાડતી જામનગર પોલીસ | Jamnagar Police caught accused in Creditbulls investments scam worth Rs 23 crore from Nepal border

HomeJamnagarક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટના 23 કરોડના કૌભાંડના નાસતા ફરતા આરોપીને નેપાળ બોર્ડરથી પકડી પાડતી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જામનગરમાં ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટના ૨૩ કરોડનાં કૌભાંડમાં સંડોવાયલો અને નાસ્તો ફરતો એક આરોપી નેપાળ બોર્ડર પર થી જામનગર પોલીસનાં હાથે ઝડપાયો છે.

જામનગરનાં સીટી-બી ડીવીઝન પોલીસ મથક મા નોંધાયેલ ગુનામા નાસ્તા ફરતા આરોપી ધવલ દીનેશભાઈ સોલાણી અને યશ દીનેશભાઈ સોલાણી ની શોધ-ખોળ કરતાં બન્ને આરોપીઓ વિદેશ નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું . આ કેસ મા અગાઉ મુખ્ય આરોપીઓ પકડાઇ ગયો હતો, અને હાલ તે જેલ હવાલે છે.

આ સમય દરમ્યાન હાલ ના આરોપી યશ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટમા નાસ્તો ફરતો હોય જે આરોપી ની તપાસમાં સર્વેલન્સ સ્ટાફ પ્રયત્નશીલ હતા તથા તપાસ દરમ્યાન બાતમી મળી હતી કે આરોપી યશ દીનેશભાઈ સોલાણી પ્રથમ દુબઈ અને ત્યાથી થાઈલેન્ડ નાશી ગયો છે. અને થાઈલેન્ડ થી નેપાળ અને નેપાળ થી કોઈપણ રાજ્ય ના બોર્ડર થી ભારત માં પ્રવેશ કરવાનો પ્લાન કરી રહ્યો છે. 

જે માહિતી ના આધારે વધુ હકીકત મેળવી હતી કે નેપાળ રકસોલ બોર્ડર થી આરોપી ભારત માં પરત આવવાનો હોય જેથી તે આરોપીને પકડવા માટે જામનગર પોલીસ ની એક ટીમ તૈયાર કરી રકસોલ બોર્ડર (બિહાર) ખાતે આરોપીની તપાસમાં મોકલવામા આવી હતી. 

તપાસમાં ગયેલ ટીમ નેપાળ થી ભારતમાં પ્રવેશ કરવાના ચેક પોસ્ટ પર વોચમાં હતી તે દરમ્યાન આરોપી નેપાળ થી ભારતમાં આવતા તુરત જ તેને પકડી નામ પુછતા યસ દીનેશભાઈ સોલાણી ( રહે.પટેલ કોલોની, 11/2 વ્રજમંગલ એપાર્ટમેન્ટ રૂમ નં 805 જામનગર) વાળો હોવાનુ જણાવતા તપાસમાં ગયેલ ટીમે તેને હસ્તગત કરી મૌખીક પુછપરછ કરતાં પોતે ક્રેડીટ બુલ્સ કંપનીમાં એચ.આર.હેડ હોવાનું જણાવ્યું હતું, અને ગુના ની કબુલાત આપતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જે બાદ ધરપકડ કરી જી.પી.આઈ.ડી. સ્પેશીયલ કોર્ટમા રજુ કરતાં આરોપી નાં ચાર દિવસ ના પોલીસ રીમાંડ મંજુર થયા છે.

અગાઉ આ કેસ મા પંકજભાઈ પ્રવીણભાઈ વડગામા (બ્રાંચ હેડ) અને ફરઝાના ઇમરાન શેખ પકડાઈ ચુક્યા છે. અને હાલ જેલમાં છે. જ્યારે આ કેસ મા વધુ એક આરોપી ઝડપાયો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon