- 17 વર્ષીય વિપુલ સોલંકીનું સારવાર બાદ મોત
- યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી
- ગત રવિવારે ક્રિકેટ રમતા વિપુલને હાર્ડએટક આવ્યો હતો
બનાસકાંઠાના ધાનેરામાં યુવકનુ હાર્ટએટેકથી મોત થયુ છે. જેમાં ક્રિકેટ રમતા વિપુલને હાર્ટએટેક આવ્યો હતો. તેથી 17 વર્ષીય વિપુલ સોલંકીનું સારવાર બાદ મોત થયુ છે. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.
ધાનેરામાં હાર્ટએટકથી આશાસ્પદ યુવાનનું મોત
ધાનેરામાં હાર્ટએટકથી આશાસ્પદ યુવાનનું મોત થયુ છે. 17 વર્ષીય વિપુલ સોલંકીનું સાત દિવસની સારવાર બાદ મોત થયુ છે. ગત રવિવારે ક્રિકેટ રમતા વિપુલને હાર્ડએટક આવ્યો હતો. 17 વર્ષીય વિપુલનું સારવાર બાદ મોત થતા પરિવાર અને સમગ્ર નગરમાં અરેરાટીનો માહોલ છે. આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવારમાં શોકનો માતમ છે. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.
ક્રિકેટ રમતી વખતે 20 વર્ષીય પર્વ સોની અચાનક બેભાન થઈ ગયો
તાજેતરમાં અરવલ્લીમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતુ. અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા-રમતા હાર્ટએટેક આવતા 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતુ. અરવલ્લીના મોડાસાનો પર્વ સોની નામનો યુવક મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. ક્રિકેટ રમતી વખતે 20 વર્ષીય પર્વ સોની અચાનક બેભાન થઈ ગયો હતો. જે બાદ મિત્રો તેને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સાથે જ યુવકના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય પર્વ સોનીનું આટલી નાની ઉંમરે મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.