કોલ્ડપ્લે કોન્સર્ટની જડબેસલાક સુરક્ષા, 3800થી વધુ પોલીસ કર્મચારી હશે તૈનાત, બે લાખ લોકો ઉમટશે | Police NSG Security In Coldplay Concert In Ahmedabad

HomeAhmedabadકોલ્ડપ્લે કોન્સર્ટની જડબેસલાક સુરક્ષા, 3800થી વધુ પોલીસ કર્મચારી હશે તૈનાત, બે લાખ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Coldplay Concert In  Ahmedabad : અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. બે દિવસીય કોન્સર્ટની મોજ માણવા આશરે 2 લાખથી વધુ લોકો ઉમટશે, ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સહિત NSG કમાન્ડો દ્વારા જડબેસલાક સુરક્ષા તૈનાત કરાશે. આ સાથે લોકોના સ્વાસ્થ્ય સંભાળ માટેની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

3800થી વધુ પોલીસ, NSG કમાન્ડો દ્વારા જડબેસલાક સુરક્ષા

અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં લાખોની ભીડ ઉમટવાની છે, ત્યારે લોકોની સુરક્ષા અને સ્વસ્થ્યને લગતી સુવિધા ઉપલબ્ધ કરાય છે. જેમાં લોકોની સુરક્ષામાં 14 DCP, 25 ACP, 63 PI, 142 PSI, 3581 પોલીસકર્મી, 1 NSG ટીમ, 1 SDRF સહિતા સ્ટાફ તૈનાત રહેશે. 

આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ: ટિકિટની કાળાબજારી કરનાર બે લોકો ઝડપાયા, ડબલ ભાવે વેચતો

7 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય ટીમ તૈનાત રહેશે

બે દિવસીય કોલ્ડપ્લે કોન્સર્ટમાં સ્ટેડિયમ ખાતે આવનારા લાખોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાણીથી થઈને તમામ સુવિધા કરવામાં આવી છે. જેમાં બે ટેમ્પરરી હોસ્પિટલ, કાર્ડિયાક ફેસિલિટી સાથેની 7 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય ટીમ તૈનાત રહેશે.

15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા

કોન્સર્ટને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચશે. ત્યારે આ લોકોના વાહનોના પાર્કિંગ માટે SHOW MY PARKING દ્વારા પાર્કિંગની નવી ટેકનોલોજી અપનાવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં 13 જેટલા પાર્કિંગ સ્થળો ઉપલબ્ધ કરાયા છે. જેમાં 9 સ્થળો પર 4 વ્હીલર પાર્કિંગ અને 4 સ્થળોએ બે વ્હીલર વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા છે. જોકે, પાર્કિંગ ક્ષમતાની વાત કરીએ તો 5 હજાર 4 વ્હીલર, 10 હજાર 2 વ્હીલર સહિત 15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા છે.

પાર્કિંગ સ્લોટ સરળતાથી બુક કરવા માટે Show My Parking એપ Android અને iOS પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે. એપ ડાઉનલોડ કરવા માટે onelink.to લિંક પર ક્લિક કરો. આ ઉપરાંત  WhatsApp પર +91 95120 15227 નંબર પર “Hi” મોકલો અને લખી સ્ટેપ ફોલો કરી પાર્કિંગ સ્લોટ બુક કરી શકાશે. 

આ પણ વાંચો: કોલ્ડપ્લેના ચાહકો માટે ખુશખબર: કોન્સર્ટના બે દિવસ માટે મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડાવાશે બે ખાસ ટ્રેન

રેલવે વિભાગનો સ્પેશિયલ ટ્રેનો દોડાવાનો નિર્ણય 

– મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન – 09009, 26 જાન્યુઆરીએ સવારે 08:25 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બપોરે 02:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. 

– અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન – 09010, 26 જાન્યુઆરીએ બપોરે 03:10 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને 09:45 વાગ્યે સેન્ટ્રલ પહોંચશે.

– લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન – 01155, 25 જાન્યુઆરીની રાત્રે 12:55 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસથી ઉપડશે અને સવારે 11:00 વાગ્યે અમાદાવાદ પહોંચશે.

– અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 01156, 26 જાન્યુઆરીની રાત્રે 02:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને સવારે 11:45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે.

– દાદર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન – 01157, 26 જાન્યુઆરીની રાત્રે 12:35 વાગ્યે દાદર (સેન્ટ્રલ) થી ઉપડશે અને સવારે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.

– અમદાવાદ-દાદર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન – 01158, 27 જાન્યુઆરી રાત્રે 02:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બપોરે 12:55 વાગ્યે દાદર પહોંચશે.

આપને જણાવી દઈએ કે, આવતીકાલથી ટ્રેન નંબર 09009, 09010, 01156 અને 01158 માટે બુકિંગ શરૂ થશે. કોલ્ડપ્લે કોન્સર્ટ ખાતે દોડાવાયેલી સ્પેશિયલ ટ્રેન અંગેની વધુ જાણકારી રેલવેની ઓફિશિયલ વેબસાઈટ enquiry.indianrail.gov.in પર મેળવી શકાશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon