કચ્છ: 1 નવેમ્બરના રોજ દિવાળી પર્વની ધામધૂમથી દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં દિવાળી પર્વનો અનેરો મહિમા રહેલો છે. દિવાળી એ પ્રકાશનો પર્વ છે. દિવાળીમાં હિન્દુ ધર્મના લોકો ઘરને અનેક પ્રકારની રંગબેરંગી રોશનીથી શણગારતા હોય છે. પરંતુ હાલના સમયમાં અત્યાધુનિક લાઈટો અને પ્લાસ્ટિકના દીવાઓ હોવા છતાં આજે પણ સમાજમાં કોડિયા દીવાનું મહત્વ અકબંધ છે. ત્યારે કચ્છ જિલ્લાના ભીડ નાકા વિસ્તારમાં રહેતું મુસ્લિમ પરિવાર દ્વારા મોટા પ્રમાણમાં માટીના કોડિયા બનાવી વેચાણ કરવામાં આવે છે. આજે પણ સમાજમાં કોડિયા દીવાનું મહત્વ અકબંધ છે. ત્યારે ભીડ નાકા વિસ્તારમાં રહેતું મુસ્લિમ પરિવાર દ્વારા બનતા કોડિયા ન માત્ર દેશમાં પણ વિદેશ સુધી દેશની સંસ્કૃતિને જીવંત રાખી હિન્દુ પરિવારના ઘરોમાં રોશની ફેલાવી રહ્યા છે.
કુંભાર ફળિયામાં મુસ્લિમ પરિવાર વર્ષોથી બનાવે છે દીવડા
કચ્છ જિલ્લાના ભુજ શહેરના ભીડ નાકા વિસ્તારના કુંભાર ફળિયામાં અધરેમાન અલીમામદ કુંભાર વર્ષોથી રહે છે. આખો પરિવાર અવનવી ડિઝાઇનના દીવાઓ બનાવે છે. દર વર્ષે તેઓ નવી ડિઝાઇનના અલગ અલગ પ્રકારના દીવાડા બનાવે છે. દર વર્ષે નવાં પ્રકારના દીવાઓ બનાવી આ કુંભાર પરિવાર રાજ્યભરમાં તેનું વેચાણ કરે છે. સમગ્ર ગુજરાતમાંથી તેમને અલગ અલગ પ્રકારના દીવાડાઓ બનાવવાનાં ઓર્ડર પણ મળે છે. આ પરિવાર વર્ષોથી દીવાડા બનાવી તેમની કળાથી સૌને મોહી લે છે.
ફળિયાની દીકરીઓને આપે છે રોજગારી
કોમી એકતાનું પ્રતિક આ મુસ્લિમ પરિવાર વર્ષોથી અવનવી ડિઝાઇનના દીવા તૈયાર કરે છે. દિવાળી તહેવાર શરૂ થાય તે પહેલાં અવનવી ડિઝાઇનના દીવાઓ તેમના દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેની સાથે દીવાડાઓને કલર કરવાનું કામ ફળિયાની દીકરીઓ સાથે કરાવી તેમને રોજગારી પણ આપે છે.
દેશ-વિદેશમાં છે માંગ
લોકલ 18 સાથે વાત કરતા કુંભાર અધરેમાને જણાવ્યું હતું કે, આ વર્ષે માટીની અછતને કારણે અમે 1600 જેટલા દીવા તૈયાર કર્યા છે. આ સિવાય તેઓ અનેક પ્રકારના દીવાઓ બનાવે છે. જેમ કે, કચ્છી ભૂંગા આકારના દીવા, નાળિયેર આકારના દીવા, લટકતા દીવા, પટ્ટીવાળા દીવા, શુભ-લાભ લખેલ દીવા, સાથિયાના દીવા સહિત અનેક પ્રકારના અવનવી ડિઝાઇનના દીવાઓનો સમાવેશ થાય છે. આ દીવાની કિંમત પણ 10 થી 100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે. વધુમાં અધરેમાન કુંભારે જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતાં આ વર્ષે દીવાઓનું ઓછું વેચાણ થઈ રહ્યું છે. ગયા વર્ષે કરતાં આ વર્ષે થોડી માટીની અછત પણ જોવા મળી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર