- કોડીનારનો પાંચ વર્ષ જૂનો રાયોટીંગનો કેસ પતાવવા માજી સાંસદના ધમપછાડા
- જાનનું જોખમ હોય તાત્કાલીક આરોપીઓને પકડવા મહિલાની માંગ
- પોતાને જાનનુ જોખમ હોય તાત્કાલિક આરોપીઓને પકડવા મહિલાએ માંગ કરી
કોડીનારના માજી સાંસદ સહિત ત્રણ શખસો સામે મહિલાને કેસ પાછો નહીંં ખેંચે તો જાનથી મારી નાખવા તથા લાજ લૂંટવાની ધમકી આપવા પોલીસ ફરિયાદ થઈ છે. પોતાને જાનનુ જોખમ હોય તાત્કાલિક આરોપીઓને પકડવા મહિલાએ માંગ કરી છે.
કોડીનારમાં વર્ષ 2017 માં બનેલા ગુના અંગેનો કેસ કોડીનાર સેશન્સ કોર્ટમાં ચાલતા આજે કોર્ટ આ કેસ માં 156(3) મુજબ પૂર્વ સાંસદ દીનુ સોલંકી સામે જેતુનબેન સેલોતે કોર્ટમાં આપેલી ફરિયાદ મુજબ કેસ નોંધી તટસ્થ તપાસ કરી તા.8 એપ્રિલ સુધીમાં કોર્ટને જણાવવાનો હુકમ કરતા આજે કોડીનાર પોલીસે ફરિયાદી જેતુનબેન રફીકભાઈ સેલોતે પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે રાજકોટ સીઆઈડી ક્રાઈમમાં અગાઉ નોંધાવેલી ફરિયાદના આધારે કોર્ટમાં ચાલતા ક્રીમીનલ કેસમાં દિનુભાઈ સોલંકી કોડીનાર પોલીસ સ્ટેશન તરફ્થી સમન્સ બજાવતા નથી અને તેના કારણે કેસ આગળ ચાલતો નથી જે કેસ પરત ખેંચવા માટે ભાવેશ મસરીભાઈ ઝાલા, કેતન શંકરભાઈ સોલંકીએે ભેગા થઈ ગત 18.11.2021ના સાંજે તેમને મળ્યા અને તે કરેલો કેસ પાછો ખેંચી લેજે નહીં તો જાનથી મારી નાખીશું અને આ બંને દિનુ બોઘા સોંલંકીના ભત્રીજા શિવા સોલંકીના અંગત માણસો છે. તેમણે કેસ પરત ખેંચવા માટે મારા ઉપર દબાણ કર્યું હતું.
જેતુનબેને કેસ પાછો ખેંચવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો આપી તેમની સાથે અણછાજતું વર્તન કરવા લાગ્યા હતા તેમજ ધમકી આપી કે તારે કેસ પાછો ખેંચી લેવો પડશે નહીંતર અમે તારા પતિના હાથપગ ભાંગી નાખીશું, જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને તારી લાજ લઈ લઈશું તેવી ધમકી આપતા હતા. આ ઘટનાના સાક્ષી તરીકે જેતુંનબેને મહમદશા ઈકબાઈલા રફઈ તેમજ અભુભાઈ બોઘાભાઈ સોલંકી આ સમયે હાજર હતા તેવું પણ જણાવ્યું હતું. ફરિયાદીએ આ અંગે ધોરણસરની કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી કરી હતી જેની તપાસના આદેશ કોર્ટ કર્યો છે.