- સીન સપાટા કરતા રોમિયોને પોલીસે પાઠ ભણાવ્યો
- પોલીસે રોમિયોગીરી કરતા શખ્સને ઉઠક બેઠક કરાવી
- મહિલાઓ અને યુવતીઓની સલામતી માટે પોલીસની કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે એસટી બસ સ્ટેન્ડ ખાતે રોમીયોગીરી કરનારા યુવકોને પોલીસ વિભાગે જાહેરમાં ઉઠક બેઠક કરાવીને પાઠ ભણાવ્યો હતો. મળતી માહિતી મુજબ કોડીનાર એસટી ડેપોના ગ્રાઉન્ડમાં બીનજરૂરી કામ માટે રખડતા તેમજ સીન સપાટા કરતા યુવકોને કોડીનાર પોલીસે પાઠ ભણાવ્યો હતો. પોલીસે બસ મારફતે અપડાઉન કરતી મહિલાઓ અને યુવતીઓની છેડતી તથા તેમની સામે રોમિયોગીરી કરતા ઇસમોને જાહેરમાં ઉઠક બેઠક કરાવીને પાઠ ભણાવ્યો હતો.