કોડીનારના દેવલપુર ગામના વાડી વિસ્તારમાં એક ઘરના ધાબા ઉપર સિંહણ આંટાફેરા મારતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જંગલની બોર્ડરના ગામોમાં સિંહોના આંટાફેરા વધી રહ્યા હોવાથી ગ્રામજનોમાં છેલ્લા ઘણા સમયથી ભયનો માહોલ સર્જાયો છે. એવા સમયે આવા જ એક ગ્રામ્ય વિસ્તારમાં એક મકાનની છત ઉપર ચડીને સિંહણ ગર્જના કરી રહ્યાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતો વિસ્તાર કોડીનાર પંથકના દેવલપુર ગીર ગામના વાડી વિસ્તારનો હોવાનું અનુમાન છે.
વાયરલ થયેલા વિડીયો મુજબ કોડીનાર નજીક ગીરના જંગલ વિસ્તારના કોઈ ગામના વાડી વિસ્તારમાં આવેલા એક મકાનની અગાસી ઉપર વરસાદી માહોલમાં સમી સાંજે એક સિંહણ ચડી ગઈ હતી. બાદમાં અગાસી ઉપર સિંહણ પ્રચંડ અવાજ સાથે ગર્જના કરતી જોવા મળી હતી.