કોડીનારના ઘાંટવડમાં સરપંચ-ગામલોકો દ્વારા રાત્રિના બે વાગ્યા સુધી ગાંડા બાવળોની સફાઈ

HomeKodinarકોડીનારના ઘાંટવડમાં સરપંચ-ગામલોકો દ્વારા રાત્રિના બે વાગ્યા સુધી ગાંડા બાવળોની સફાઈ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

માણસાના ઇટાદરા ગામે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ

ટોળા દ્વારા મંદિર પર હુમલો કરવામાં આવ્યો મંદિરમાં નુકશાન પહોંચાડવામાં આવ્યું પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો ગાંધીનગરના માણસાના ઇટાદરા Source link

  • માનવભક્ષી દીપડાના સતત વધતા ત્રાસને કારણે લોકો ભયભીત
  • દીપડાઓ હુમલાઓ કરી ગાંડા બાવળમાં ઘુસી જાય છે : અનેક વૃક્ષો પણ દૂર કરાયા
  • જાનવરોના ઘરસમાન ગાંડા બાવળાને દૂર કરવા આ કામગીરી હાથ ધરાઈ

કોડીનાર ઘાંટવડ ગામમાં માનવભક્ષી દીપડાના ત્રાસના લીધે શિંગોડા નદીની સાઈડમાં સફાઈ કામગીરી હાથ ધરવામા આવી હતી અને જાનવરોના ઘરસમાન ગાંડા બાવળાને દૂર કરવા આ કામગીરી હાથ ધરાઈ હતી.

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં બે દીવસ પહેલાં દરબાર સમાજની મહિલા કૈલાશબા અભેસિંહભાઈ મકવાણા નામની મહિલા ઉપર માનવભક્ષી દીપડાએ જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા અને થોડા મહિના પહેલા પણ માનવભક્ષી દીપડાએ ચકદડની સીમમાં મહિલા ઉપર હુમલો કરી તેનું પણ મોત નીપજાવતા એક જ ગામની બે મહિલાઓને શિકાર બનાવનાર માનવભક્ષી દિપડાના ત્રાસથી ઘાંટવડ ગામના લોકોમાં ભારે ભયનો માહોલ ફ્લાયો હોય અને આ જંગલી જાનવરો શિંગોડા નદી કાંઠે આવેલ ગાંડા બાવળોમાં સંતાઈ જ્તા હોય ગાંડા બાવળો દૂર કરવા કામગીરી હાથ ધરાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રિના આ વિસ્તારમાં દીપડો નજરે પડતાં તેને પકડવા જતાં દીપડો શિંગોડા નદીના કાંઠે આવેલા ગાંડા બાવળો ની જાળીમાં ઘૂસી જતાં દીપડો પાંજરે પુરાયો ન હોય ત્યારે આજે ઘાંટવડ ગામની શિંગોડા નદી કાંઠે ગાંડા બાવળ અને અન્ય વ્રુક્ષો જે વર્ષોથી જંગલી જાનવરોનાં ઘર બનીને બેઠા હતા તે આજે ગ્રામ પંચાયત દ્વારા સાફ્ સફઈ અભિયાનની કામગીરી શરૂ કરવામાં બાવળો દૂર કરાયા હતા.ગાંડા બાવળ દૂર કરવામાં અને દિપડાને પકડી પાડવા માટે વન વિભાગ,પશુ ડોક્ટરો, અને ગ્રામ પંચાયતના સરપંચ અને ગામનાં લોકો દ્વારા રાત્રે બે વાગ્યા સુધી ભારે જહેમત ઊઠાવવામાં હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon