- કોડીનારના ઘાટવડ ગામે દીપડાનો વૃદ્ધા પર હુમલો
- વૃદ્ધાના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ
- ગોળી મારવા અથવા પાંજરે પૂરવા લોકોની માંગણી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ઘાટવડ ગામે માનવ ભક્ષી દીપડોએ આતંક મચાવ્યો છે. માનવભક્ષી દીપડાએ એક 55 વર્ષીય મહિલા પર હુમલો કરી તેને શેરડીના વાડામાં ઘસડી ગયો હતો અને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માનવભક્ષી દીપડાને પાંજરે પૂર્વ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
કોડીનાર તાલુકાના ઘાટવડ ગામના વાડી વિસ્તારમાં ગઇકાલે સાંજે અંતુંબેન નામની મહિલા પોતાના વાડી પર ઘરની બહાર કપડા ધોતા હતા. તે સમયે માનવ લોહીના તરસ્યા બનેલા દીપડાએ અચાનક પાછળથી આવી હુમલો કરી વૃદ્ધાને પોતાના ઝડબામાં દબાવી 200 મીટર દૂર શેરડીના વાડામાં ઘસડી મોતને ઘાટ ઉતાર્યા હતા. આખરે, પરિવારજનોએ શોધખોળ કરતા અંતુંબેનનો મૃતદેહ લોહીથી ખરડાયેલી હાલતમાં શેરડીના વાડામાંથી મળી આવ્યો હતો. જેને લગળે આવતા ગામ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વનવિભાગ પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. ગામ લોકોએ માંગ કરી છે કે માનવ ભક્ષી બનેલો દીપડો વધુ કોઈના જીવ લે તે પહેલા તેને ગોળી ધરબો અથવા 12 કલાકમાં પાંજરે પૂરો નહિ તો આવતી કાલે આખું ગામ આંદોલન છેડશે.