- 10 હજારની વસ્તી ધરાવતા દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી
- અંગારાથી આજ દિવસ સુધી કોઈ ને કોઈપણ પ્રકારે ઈજા પહોંચી નથી
- હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો કઢાયો
કોડીનારનાં દેવળી(દેદાજી) ગામે હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત છે. 10 હજારની વસ્તી ધરાવતા દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે.
આ વખતે 10 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે
હોળી મોડિ રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે. અને તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધા પૂર્વક ચાલે છે. વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે. જો કે આજ દિવસ સુધી કોઈ ને કોઈપણ પ્રકારે ઈજા પહોંચી નથી. હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવે છે પવનની દિશા અને હોળીની ઝાળ નૈઋત્ય ખૂણાની હોય આ ઉપરાંત હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વરતારો ગામના વડિલો કાઢે છે. ધાન્ય પુરૂ પાકયું ન હોય આ વખતે 10 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે.