- જી-20 બિઝનેસ સમિટમાં ધ ર્ફ્ન હોટલ ખાતે ઊભા કરાયેલા સ્ટોલ
- હાથાકુંડી ગામના કોટવાળીયા પરિવારોએ બનાવેલી વાંસની કલાકૃતિથી સૌ પ્રભાવિત
- જી20 બિઝનેસ સમિટમાં વાંસ કલાકારીગીરીનો સ્ટોલ મુકાયો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના આદિમજુથમાં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની વિવિધ કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને વોકલ ફેર લોકલનું મંત્ર સાકાર કરી રહ્યા છે. હાથાકુંડી ગામના એવા જ એક કલા કસબીના વાંસ કારીગર વજીર કોટવાળીયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. અને તેઓ સમાજના લોકોને વિનામૂલ્યે તાલીમ આપી વાંસકલામાંથી ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓને તેઓ મેળામાં ઊભા કરેલા સ્ટોલ પર પ્રદર્શિત કરી તથા માર્કેટમાં વેચીને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કોટવાળીયા પરિવારોને રોજગારી પુરી પાડી રહ્યા છે.
એકતાનગર ખાતે યોજાઈ રહેલી જી20 બિઝનેસ સમિટમાં ધ ર્ફ્ન હોટલ ખાતે ઊભા કરાયેલા સ્ટોલમાં વજીર કોટવાળીયાએ પોતાની વાંસની કલા હોટલના પ્રાંગણમાં પ્રસ્તુત કરી વિદેશી મહેમાનો સમક્ષ ગુજરાતની વાંસ કલાનો પરિચય કરાવી રહ્યા છે. કોટવાળીયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં વર્ષોથી નિપુણતા અને કારીગીરી ધરાવે છે તેમના કૌશલ્યને એકતાનગર ખાતે પધારેલા વિદેશી મહેમાનોએ બિરદાવી રહ્યા છે. તેઓએ વાંસમાંથી બ્રશ, ડાયરી, પાણીની બોટલ, ચાવી કિચન, ફેટોફ્રેમ, કી-બોર્ડ, વાંસની ટ્રે, બોલપેન-પેન્સિલ, ટોકરી, લેમ્પ, સાદડી, ફૂલદાની, લેઝર સહિતની ઘર વખરી સામાન વાંસમાંથી બનાવીને વેચી રહ્ય છે.
પોતાના સમુદાયના 50 સભ્યોને વાંસકલાના વ્યવસાયમાં જોડયા છે. સરકારના સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં સહભાગી થઈને હાથબનાવટની વાંસકલાની વસ્તુઓ સ્ટોલ મારફ્તે વેચીને આત્મનિર્ભર બની રહ્યા છે. વજીરનું કહેવું છે કે કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે છેલ્લા 25 વર્ષથી વાંસ કામ કરું છુ એટલે કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત થતા તે મારા જીવનની અદભુત અને યાદગાર ક્ષણો હતી. અને મને આ કામવધુ વેગથી કરવાનું પ્રોત્સાહન મળ્યું છે. મહામહિમ રાષ્ટ્રપતિએ અમારા જેવા નાના માણસની કદર કરી તે બદલ પણ હું તેઓનો આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીમાં અમારા સ્ટોલની જ્યારે મુલાકાત કરી હતી ત્યારે 20 વર્ષ પહેલાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વાંસદા ખાતે આવીને આદિમ જૂથો માટે રૂપિયા 60 લાખ જેટલી માતબર રકમની સહાય આપી હતી.