તાપી: આ જિલ્લાનાં વ્યારા અને નિઝર બંને બેઠકો પર ભાજપની જીત થઇ છે. વ્યારામાં બીજેપીનાં ઉમેદવાર મોહન કોંકણીનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર પુનાભાઇ ગામિત અને આપનાં ઉમેદવાર બિપીનચંદ્ર ચૌધરીની હાર થઇ છે. આ સાથે નિઝરમાં ભાજપનાં ઉમેદવાર જયરામ ગામિતનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનાં પુનાભાઇ ગામિત અને આપનાં ઉમેદવાર બિપીનચંદ્ર ચૌધરીની હાર થઇ છે.
નોંધનીય છે કે, કોંગ્રેસે વ્યારા બેઠક જાળવી રાખી હતી અને કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીત છેલ્લી ચાર ટર્મથી વિજેતા બની ભાજપને હંફાવતા આવ્યા છે. જેને કારણે વ્યારા વિધાનસભા બેઠક આજદિન સુધી ભાજપ જીતી શક્યું ન હતુ. જ્યારે આ વખતે ભગવો લહેરાવી દીધો છે.
આ પણ વાંચો:
કોંગ્રેસનાં ગઢમાં ગાબડું, નિઝરમાં ભાજપનાં ઉમેદવારનો વિજય
વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાની વાત કરીએ તો, ભાજપ છેક 1990થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં 27 વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો ન હતો.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત ચૂંટણીઓ વ્યારા બેઠકને કબજે કરવા અનેક જાહેર સભાઓ સંબોધી અહીંના આદિવાસી મતદારોને આકર્ષવા ધમપછાડા કર્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર