- કોંગ્રેસના કોઇ આગેવાનોને કોઇએ ડર બતાવ્યો નથી
- આજે નરેન્દ્રભાઇ અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરે છે
- આજે પણ આઝાદીનું સ્વપ્ન અધુરું દેખાય છે
ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે હું અને અંબરીશભાઇ ભાજપમાં જોડાયા છીએ. અમે ગઇકાલે જ પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. આજે પણ આઝાદીનું સ્વપ્ન અધુરું દેખાય છે. કોંગ્રેસ પક્ષ નથી રહ્યો NGO થઈ ગયો છે.
આજે નરેન્દ્રભાઇ અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરે છે
એ વખતે ગાંધીજી અને વલ્લભભાઇ દેશનું નેતૃત્વ કરતા હતા. આજે નરેન્દ્રભાઇ અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરે છે. નરેન્દ્રભાઇનું સપનું દેશને મહાસત્તા બનાવવાનું છે. છેવાડાના લોકો સુધી પહોંચવા સતત પ્રયત્ન કરે છે. આર્થિક અને સામાજિક બદલાવના કામમાં જોડાયા છીએ. 40 વર્ષથી હું કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો હતો. કપરા સમયમાં પણ મેં કોંગ્રેસનું નેતૃત્વ કરેલું છે. ભાજપને અત્યારે કોઇ બીજા પક્ષના નેતાની જરૂર નથી. કંઇ ખૂટતું હતું અને ઉમેરવા આવ્યો છું એવું નથી. અમે કલમી આંબા નથી, અમને રાજનીતિ વારસામાં નથી મળી. બદલાવ લઇ આવવાના ભાગરૂપે અમે ભાજપમાં આવ્યા છીએ. પોરબંદર માટે મેં સપનું જોયું હતું, વિકાસનું, બદલાવનું આ સપનું મને ભાજપમાં સાકાર થતું દેખાય છે.
કોંગ્રેસના કોઇ આગેવાનોને કોઇએ ડર બતાવ્યો નથી
કોંગ્રેસના કોઇ આગેવાનોને કોઇએ ડર બતાવ્યો નથી. કોઇ લાલચને કારણે ભાજપમાં આવ્યો નથી. બદલાવના યજ્ઞમાં કાર્યકર તરીકે આહૂતિ આપવા આવ્યા છીએ. જે લોકો સાથે આવવા માગતા હોય તેમને પણ જોડીશુ. મારામાં જે શક્તિ છે તેનો ઉપયોગ કરવાની ખાતરી આપું છુ. જે શક્તિથી કોંગ્રેસમાં કામ કરતો તેનાથી બમણી શક્તિથી કરીશ. ટિકીટ, લોભ, લાલચની અપેક્ષા વગર જોડાયું છુ.