જૂનાગઢ: વિસાવદરમાં ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. વિસાવદરના પિયાવા ગામે કોંગ્રેસની ચાલુ સભામાં પથ્થરમારો કરાયા હોવાનો આરોપ છે. લાઈટો બંધ કરી અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, કાર ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. તેઓ એ પણ આરોપ લગાવી રહ્યા છે કે, આપના લોકો પત્રિકાઓ લઈને જતા હતા અને બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો પણ જીતશે તો આપ જ.
[ad_1]
Source link