કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું-Former veteran Congress leader Ahmed Patels son Faizal Patel resigned from the Congress – News18 ગુજરાતી

0
6

ભરૂચ: કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. એટલે કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. જેમાં સૌથી મહત્વની વાત તો એ છે કે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના રાજીનામા અંગે જાહેરાત કરી અને તેમને સપોર્ટ કરનાર કાર્યકરોનો ફૈઝલ પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ફૈઝલ પટેલ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે તેવી ખબરો સામે આવતી હતી અને હાલ તેમણે રાજીનામું આપી દીધી છે.  

પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે મારા પિતાએ આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવારને સમર્પિત કર્યું હતું. સાથે જ પોતાની પોસ્ટમાં તેમણે એવું પણ કહ્યું કે મેં મારા પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પણ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે હું લોકો માટે કામ કરવાનું યથાવત રાખીશ અને કોંગ્રેસ પાર્ટી હંમેશા મારો પરિવાર રહેશે.  

જેથી સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.

વધુમાં ફૈઝલ પટેલે એવું પણ કહ્યું કે ખૂબ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો મેં નિર્ણય લીધો છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. સમગ્ર મામલે ફૈઝલ પટેલ દ્વારા આપવામાં આવેલ રાજીનામાને લઈને કોંગ્રેસ દ્વારા હજુ કશું કહેવામાં નથી આવ્યું.

આ પણ વાંચો:
ભારતને સરપ્રાઇઝ આપશે ટ્રમ્પ? PM મોદી સાથેની મીટિંગ પહેલા કરી શકે છે મોટી જાહેરાત, હલી જશે દુનિયા

ઉલ્લેખનીય છે કે ફૈઝલ પટેલના પિતા અહેમદ પટેલે કોંગ્રેસ સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું. જોકે હાલ તેમના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસનો છેડો ફાડી દીધો છે. એટલે કે તેમણે રાજીનામું આપી દીધું છે. જેને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ તેમણે પોસ્ટ કરી છે. જેથી તેમના રાજીનામાનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ફૈઝલ પટેલે અગાઉ પણ પાર્ટી છોડવાના સંકેત આપ્યા હતા. લગભગ બે વર્ષ પહેલા પોતાના રાજકીય ભવિષ્ય વિશે ફૈઝલે કહ્યું હતું કે તેઓ રાહ જોઈને થાકી ગયા છે, પરંતુ કોંગ્રેસના નેતૃત્વ તરફથી કોઈ ઉત્સાહ દેખાતો નથી અને આવા પરિસ્થિતિમાં તેમણે પોતાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તેમણે ટ્વીટ કર્યું હતું – “રાહ જોઈને થાકી ગયો છું. ટોચના નેતૃત્વ તરફથી કોઈ ઉત્સાહ નથી મળ્યો. મારા વિકલ્પો ખુલ્લા છે.”

આપને જણાવી દઈએ કે, અહમદ પટેલ લાંબા સમય સુધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને પાર્ટીના સંકટમોચક રહ્યા હતા. અહમદ પટેલનું 25 નવેમ્બર, 2020ના રોજ 71 વર્ષની વયે કોવિડ સંક્રમણ પછી આરોગ્ય સંબંધિત સમસ્યાઓના કારણે નિધન થયું હતું. પટેલ 1993થી સતત પાંચ વખત ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તે પહેલાં તેઓ 1977, 1980 અને 1984માં સતત ત્રણ વખત ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here