- કેશોદ યુથ કોંગ્રેસના પ્રમુખ સહીત અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
- ભાજપના ધારાસભ્ય ઉમેદવારની હાજરીએ કેસરિયા કર્યા
- યુવા કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડતા ચૂંટણી વખતે પક્ષે મોટો ફટકો પડ્યો
કેશોદ યુથ કોંગ્રેસના હોદ્દેદારો એ કોંગ્રેસ છોડી ભાજપમાં કેસરીયા કર્યા હતા. કેશોદ ધારાસભાની બેઠકમાં ઉમેદવારો જાહેર થતાં જ નવાજુની શરૂ થઈ ગઈ છે. આજે સવારે જ યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારો રીધમ ગોસ્વામી તથા અનેક કાર્યકરોએ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરિયો છે.
કેશોદ યુથ કોંગ્રેસના મહામંત્રી હાર્દિક ગોસાઈ,કારોબારી સભ્ય યોગેશ ગોસ્વામી, કારોબારી સભ્ય સુહાગનાથ ગૌસ્વામી સહિતના તમામ હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષને અલવિદા કરી ભાજપનો ભગવો ધારણ કરી કેસરીયા કર્યા છે. આ તમામ યુવાનો કેશોદ ધારાસભાની બેઠકના ઉમેદવાર દેવાભાઈ માલમ, પુર્વ ધારાસભ્ય માધાભાઇ બોરીચા અને યુવા ભાજપના પ્રમુખ મિતુલભાઈ ડાંગરની હાજરીમાં ભાજપમાં જોડાયાં હતા.