- લુપ્ત થઈ રહેલી ઔષધી વનસ્પતિ અને વૃક્ષોને બચાવવાનો પ્રયાસ
- 26 રાજ્યમાં ફરી 350 થી વધુ વેરાઈટીના દેશી બીજ એકત્ર કર્યા
- બીજ બેંકમાંથી બીજ લઇ નવા બીજ તૈયાર કરી, બીજ પરત આપી જાય છે ખેડૂતો
વર્તમાન સમયમાં પ્રાણી પક્ષી વનસ્પતિની અનેક જાતરૂપ થઈ રહી છે હજુ અનેક લુપ્ત થવાના આરે છે કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ લુપ્ત થતી ઔષધી વનસ્પતિ અને વૃક્ષોને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પોતાની જમીન હોવા છતાં ભાડે જમીન રાખી ભરતભાઈ અને તેમના પત્ની નીતાબેન ચલાવી રહ્યા છે.
ભરતભાઈ એ છેલ્લા દસ વર્ષમાં 26 રાજ્યમાં પરિભ્રમણ કરી 350 થી વધુ દેશી બીજ એકત્ર કર્યા છે અને ખેડૂતો સુધી પહોંચાડ્યા છે. ભરતભાઈએ જણાવ્યું હતું કે આજે જે તે કૃષિ પેદાશના દેશી બીજની પરંપરા લુપ્ત થવાના છે ત્યારે મને થયું કે આ પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ એટલે 26 રાજ્યનો પ્રવાસ કર્યો મેં બે ફાર્મ ભાડે રાખ્યા છે તેમાં શાકભાજી ફૂલછોડ અને ઔષધીય પાકોના દેશી બીજનું વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું છે મેં બહારના રાજ્યોનો પ્રવાસ કરી દેશી બીજની સંસ્કૃતિ અને પ્રકૃતિનો અભ્યાસ કર્યા છે તેના અમૂલ્ય વારસાનું સંવર્ધન કઈ રીતે થઈ શકે તેમ અંગેની જાણકારી મેળવી છે.
ભરતભાઈ જે દેશી બીજનું ઉત્પાદન મેળવે છે તેનું ખેડૂતોને રૂબરૂ મળીને વેચાણ કરે છે હાલમાં દેશી બીજ ની 350 કરતાં વધુ વેરાયટી ઉપલબ્ધ છે ખેડૂતોને આ વેરાયટી નો લાભ મળે તે પ્રકારે માર્કેટિંગ વ્યવસ્થા ગોઠવી છે આ દેશી બીજના ગ્રેડિંગ પેકેજીંગ ના કારણે સારા ભાવ મળે છે અથવા તો ખેડૂતોને બીજ આપી ઉત્પાદન કરાવે છે અને વાવેતર થયા બાદ ફરી પાછું તેજ બીજ ખેડૂતો પાસેથી લઈ લે છે
આ બીજી બેંકમાં ભરતભાઈ ના પત્નીનો પણ સારો સહકાર મળે છે ભરતભાઈ જણાવ્યું હતું કે આ બીજ બેંક જ્યારે મેં ઉપલબ્ધ ચાલુ કરી ત્યારે મારા પત્ની કચવાટ અનુભવતા હતા. હવે છેલ્લા ચારેક વર્ષથી ખબે ખભો મિલાવીને આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.