- બે ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી
- કારખાનામાં કુલ 2.85 કરોડનો જથ્થો પડયો હતો
- લાખોની મગફળી આગમાં ખાખ
કેશોદનાં વેરાવળ રોડ પર સોદરડા ગામ નજીક આવેલા ઉદ્યોગનગર વિસ્તારમાં રુદ્ર ઈન્ડસ્ટ્રીઝ નામના મગફ્ળીના કારખાનામાં કોઈ પણ કારણોસર આગ લાગતાં થોડી વારમાં આગ ફેલાઈ ગઈ હતી ત્યારે કેશોદ નગરપાલિકાના ફયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક બે ફયર ફઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
કેશોદના સોદરડા રોડ પર આવેલા કારખાનામાં આગ એટલી બેકાબુ બની હતી કે આસપાસના કારખાનામાં કામ કરતા મજુરો દ્વારા એનકેન પ્રકારે આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા અને મગફ્ળીનો જથ્થો સુરક્ષિત બહાર કાઢવા માટે કામે લાગ્યા હતા.
રુદ્ર ઈન્ડસ્ટ્રીઝના માલીક અશ્વિનભાઈ રવજીભાઈ રાદડિયાના જણાવ્યાં મુજબ 2.5 કરોડની મગફ્ળીનો સ્ટોક હતો ત્યારે આગ બેકાબૂ બનતા લાખો રૂપિયાની મગફ્ળીનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો છે.