-
ત્રણ ફાઈટરો આગ ઓલાવામાં કામે લાગ્યા
-
76 ટન રાયડો, 15 ટન તેલ, 7 ટન ધાણા ખાખ થઈ ગયા
-
કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી
કેશોદ કોર્ટની પાછળ બડોદર ફગળી રોડ પર આવેલી રધુવીર ઓઇલ મીલમાં મોડી રાત્રીનાં અચાનક કોઈ કારણોસર આગ લાગતાં આગની જ્વાળાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કેશોદ નગરપાલિકા ફયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક આગ બુઝાવવા કામગીરી શરૂ કરી હતી ત્યારે આગ એટલી વિકરાળ હતી કે ત્રણ ત્રણ ફાયર બ્રિગેડના વાહનો બોલાવવામાં આવ્યા હતા.
કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. સદનસીબે રાત્રીના સમયે ઘટના બનતાં જાનહાની ટળી હતી.કેશોદના રઘુવીર ઓઈલ મીલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઓઇલ મીલમાં પીલાણ માટે રાખવામાં આવેલો 76 ટન રાયડો,15 ટન તેલ 7 ટનથી વધારે ધાણા ભસ્મીભૂત થઈ ગયાં છે અને સહેલાઈથી સળગી ઉઠે એવો કાચો માલ હોય આગની લપેટમાં સમગ્ર મીલ આવી જતાં અંદાજે એક કરોડથી વધારે માલમત્તાનું નુકશાન થયું છે.