- કેન્દ્રિય મંત્રી અર્જુન મેઘવાલની ઉપસ્થિતિમાં શિબિર
- કાશ્મીરથી કન્યાકુમારીથી આવ્યા 110 કપલ્સ
- દેશમાં છૂટાછેડાના બનાવો ઓછા કરવાનો આશય
કેવડીયા એકતા નગરમાં કેન્દ્રિય મંત્રી અર્જુન મેઘવાલની ઉપસ્થિતિમાં શિબિર યોજાઈ રહી છે. જેમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીના 110 કપલને બોલાવવામાં આવ્યા છે. આ કપલને લગ્ન જીવન વધુ ટકે તે અંગે સમજણ આપવામાં આવશે. આ શિબિરમાં 55 યંગ કપલ અને 55 સિનિયર કપલ ભાગ લઈ રહ્યા છે. ચિંતન શિબિરમાં બોલાવી લગ્ન જીવન વધુ ટકે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.
યુગલોનું લગ્ન જીવન ખૂબ ખુશમય બનાવવાનો ઇરાદો
કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું કે, એકતા નગર નામ જ વિવિધતામાં એકતા એમ દર્શાવે છે એટલે અહીં સમગ્ર દેશમાંથી યુગલો ને અલગ અલગ વિષયો પર ચિંતન કરવા માટે ભેગા કરવામાં આવ્યા છે. યુગલોનું લગ્ન જીવન ખૂબ ખુશમય રહે અને જીવનમાં એક બીજા સાથે કોમ્પ્રોમાઇઝ કરી અને જીવન કેવી રીતે જીવવું તેના વિશે પણ માહિતી આપવામાં આવશે.
કપલ્સને ટેન્શન દૂર કરતાં શીખવવામાં આવશે
અર્જુન મેઘવાલે જણાવ્યું કે, નવા યુગલોને આ ચિંતન શિબિરમાં શીખવાડવામાં આવશે કે જીવનમાં કે લગ્ન જીવનમાં ટેંશન આવે તો એ કેવી રીતે દૂર કરવું અને દેશમાં જે છુટાછેડા ના બનાવો બને છે તે ઓછા થાય તેના વિશે પણ ચિંતન થશે.
કપલ પોતાના અનુભવ શેર કરી રહ્યા છે
કેવડીયામાં એકતા નગર ખાતે કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલની 55મી લગ્ન તિથિ નિમિતે હેપ્પીનેસની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી ચિંતન શિબિરમાં સમગ્ર દેશમાંથી 110 કપલને બોલાવવામાં આવ્યા છે. આ ચિંતન શિબિરમાં તમામ કપલ પોતાના જીવનના અનુભવો એક બીજા સાથે શેર કરી રહ્યા છે.