કેવડિયામાં પીએમ મોદી સંબોધન – PM Narendra Modi speech at kevadia Narmada on Diwali 2024 – News18 ગુજરાતી

0
22

PM Modi in Kevadia Gujarat: વડાપ્રધાન મોદી દિવાળીના પાવન પર્વનાં દિવસે ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓએ યુનિટી પરેડમાં હાજરી આપી હતી. પરેડ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતુ. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, “આજે સમગ્ર દેશ ખુશ છે કે, આઝાદીના સાત દાયકા પછી એક દેશ અને એક બંધારણનો સંકલ્પ પૂર્ણ થયો છે.”

પીએમ મોદીએ દિવાળીની શુભેચ્છાઓ આપી

વડાપ્રધાન મોદીએ દિવાળીની શુભેચ્છા આપતા જણાવ્યુ છે કે, દિવાળી સમગ્ર દેશને દીવાઓ દ્વારા જોડે છે અને સમગ્ર દેશને પ્રકાશિત કરે છે. હવે દિવાળીનો તહેવાર ભારતને વિશ્વ સાથે જોડી રહ્યો છે. ઘણા દેશોમાં તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હું દેશ અને દુનિયામાં રહેતા તમામ ભારતીયોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હું ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદ્ભુત સંયોગ લઈને આવ્યો છે. આજે એક તરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજી તરફ દિવાળીનો પવિત્ર તહેવાર છે.

પીએમ મોદીએ સરદાર પટેલ અંગે જણાવતા કહ્યુ કે, સરદાર પટેલની આજે 150મી જન્મજયંતિ આજથી શરૂ થઈ રહી છે. દેશ આગામી બે વર્ષ સુધી સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. ભારત પ્રત્યેના તેમના અસાધારણ યોગદાન માટે દેશની તેમને શ્રદ્ધાંજલિ છે.

આ પણ વાંચો: 
PM મોદીએ સરદાર પટેલને અર્પી શ્રદ્ધાંજલિ

“સરદાર સાહેબને મારી આ સૌથી મોટી શ્રદ્ધાંજલિ”

આ સાથે પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ છે કે, “આજે સમગ્ર દેશ ખુશ છે કે આઝાદીના સાત દાયકા પછી એક દેશ અને એક બંધારણનો સંકલ્પ પૂર્ણ થયો છે. સરદાર સાહેબને મારી આ સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બાબા સાહેબ આંબેડકરનું બંધારણ 70 વર્ષ સુધી સમગ્ર દેશમાં લાગુ થયું ન હતું. બંધારણની માળા જપનારાઓએ બંધારણનું ઘોર અપમાન કર્યું છે.”

“આજે બંધારણના ઘડવૈયાઓની આત્માને શાંતિ મળી હશે”

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ છે કે, કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવી છે. જે બાદ આ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભેદભાવ વગર મતદાન થયું છે. પ્રથમ વખત ત્યાંના મુખ્યમંત્રીએ ભારતના બંધારણ સાથે શપથ લીધા છે. આ જોઈને ભારત બંધારણના ઘડવૈયાઓને અપાર સંતોષ મળ્યો હશે, તેમના આત્માને શાંતિ મળી હશે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ છે કે, વિકાસ અને વિશ્વાસની એકતા જ શ્રેષ્ઠ ભારતના નિર્માણને પ્રોત્સાહન આપે છે. દરેક યોજના, નીતિ અને ઈરાદામાં એકતા એ આપણી પ્રાણશક્તિ છે. આ જોઈને સરદાર સાહેબનો આત્મા જ્યાં પણ છે, તે આપણને આશીર્વાદ આપતો જ હશે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ છે કે, એક સાચા ભારતીય હોવાના નાતે, આપણા સૌની ફરજ છે કે દેશની એકતા માટેના દરેક પ્રયાસની ઉજવણી કરીએ. તેને ઉજવણી અને ઉત્સાહથી ભરો. ઉર્જા, આત્મવિશ્વાસ, દરેક ક્ષણે નવા સંકલ્પો, નવી આશા, નવો ઉત્સાહ… આ જ ઉજવણી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here