Maha Shivratri 2025: હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના રોજ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા. મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીએ સવારે 8:08 વાગ્યે સમાપ્ત થશે.
મહાશિવરાત્રીના દિવસે લોકો ભગવાન શિવની પૂજા તેમના મંદિરમાં કરે છે, તેમને પંચામૃતથી અભિષેક કરે છે, શિવલિંગની સામે ધૂપ અને દીવા પ્રગટાવીને આરતી કરે છે, અને ભગવાન શિવના સ્તોત્રો અને મંત્રોનો પાઠ કરે છે. આ દિવસે શિવભક્તો ઉપવાસ રાખે છે. વિવિધ સ્થળોએ ભજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસ ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત સિવાય દુનિયામાં સાત દેશો એવા છે જ્યાં મહાશિવરાત્રી ઉત્સાહથી ઉજવવામાં આવે છે?
ત્રિનિદાદ અને ટોબેગો
ત્રિનિદાદ અને ટોબેગો એ કેરેબિયન સમુદ્રમાં દક્ષિણમાં આવેલો એક ટાપુ દેશ છે. મહાશિવરાત્રીના દિવસે આખી રાત શિવજીની પૂજા કરવામાં આવે છે. શિવભક્તો મંદિરમાં ઉપવાસ કરે છે અને તહેવારો ઉજવે છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રીના દિવસે સરળતાથી હાથમાં લગાવો ॐ, ત્રિશૂલ, ડમરુ અને શિવ-પાર્વતીની મહેંદી ડિઝાઈન
નેપાળ
પશુપતિનાથ મંદિર દક્ષિણ એશિયાઈ દેશ નેપાળમાં આવેલું છે. આ મંદિર નેપાળની રાજધાની કાઠમંડુથી ત્રણ કિમી દૂર દેવપાટન ગામમાં બાગમતી નદીના કિનારે આવેલું છે. આ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રી ઉત્સાહથી ઉજવવામાં આવે છે. લોકો આ મંદિરમાં પ્રાર્થના કરવા માટે આવે છે. અહીંના લોકો આ દિવસે ઉપવાસ રાખે છે. આ સ્થળ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાંનું એક છે.
મોરિશિયસ
મોરેશિયસમાં હિન્દુઓની વસ્તી મોટી છે. ત્યાંના હિન્દુઓ મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે, મંદિરોમાં જાય છે અને શિવની પૂજા કરે છે. આ દિવસે તેઓ ભવ્ય સરઘસ કાઢે છે.
બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં પણ જે એક સમયે પાકિસ્તાનનો ભાગ હતું, મહાશિવરાત્રી ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવે છે. ભક્તો અહીં શિવ મંદિરમાં જાય છે પ્રાર્થના કરે છે અને રાતભર શિવ સ્તોત્રો અને મંત્રોનો પાઠ કરે છે.
શ્રીલંકા
શ્રીલંકામાં શિવને મહાદેવ, નટરાજ, ભોલેનાથ, વગેરે તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઘણા શિવ મંદિરો છે, જેમાં કોનેશ્વરમ, મુન્નેશ્વરમ અને કટીરાગામ મુખ્ય છે. આ દિવસે આ મંદિરોમાં ખાસ પૂજા કરવામાં આવે છે, અને મંદિર સમિતિ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.
આ પણ વાંચો: ગુજરાતનું એ પૌરાણિક શિવાલય, ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ મળ્યું અને રાજાએ બનાવ્યું મંદિર
ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં ઘણા શિવ મંદિરો છે. પ્રમ્બાનન મંદિર, સિંહાસરી શિવ મંદિર અને શ્રી શિવ મંદિર વગેરે. અહીં શિવને ‘બટારા ગુરુ’ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડોનેશિયાના સુંદર સ્થળ બાલીમાં હિન્દુ ધર્મનો સૌથી વધુ પ્રભાવ છે. અહીં રહેતા હિન્દુઓ મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કરે છે. તેઓ મંદિરમાં ધાર્મિક વિધિઓ કરીને તહેવારની ઉજવણી કરે છે.
ફીજી
ફીજી પેસિફિક મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે. અહીં હિન્દુઓની સૌથી વધુ વસ્તી રહે છે અને ત્યાં બોલાતી ભાષા ફીજી હિન્દી છે. અહીંનું શ્રી શિવ સુબ્રમણ્યમ મંદિર ખૂબ જ સુંદર છે. આ મંદિરમાં શિવરાત્રીના દિવસે ઉત્સવો ઉજવવામાં આવે છે.
[ad_1]
Source link